1. ઓવરવ્યૂ
"બેંક કાઉન્ટર પર ચુકવણી" નો ઉપયોગ કરીને કર ચુકવણી ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in (લોગઈન પેહલા અથવા લોગઈન પછી પદ્ધતિ દ્વારા) પર તમામ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે.આ સેવા સાથે, તમે ચલન ફોર્મ (CRN) જનરેટ કરતી વખતે (રોકડ / ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા) તમારા દ્વારા પસંદ કરેલી બેંકના કાઉન્ટર પર ચુકવણી કરીને કર ચુકવણી કરી શકો છો.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
તમે પૂર્વ-લોગઈન (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરતા પહેલા) અથવા લોગઈન પછી (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી) પદ્ધતિમાં "બેંક કાઉન્ટર પર ચુકવણી કરો" નો ઉપયોગ કરીને કર ચુકવણી કરી શકો છો.
આ વિકલ્પનો ઉપયોગ કરદાતા કંપની અથવા વ્યક્તિ (કંપની સિવાય) દ્વારા કરી શકાતો નથી કે જેને CBDT ની અધિસૂચના %3s/%4s મુજબ કલમ %2sABની જોગવાઈઓ લાગુ પડે છે.
કરદાતા અધિકૃત બેંકોના કાઉન્ટર પર કર ચુકવવા માટે આ પદ્ધતિનો લાભ લઈ શકે છે.
- ચુકવણી કરવા માટે પસંદ કરેલી અધિકૃત બેંકની શાખા સમક્ષ ચુકવણીના સાધન (રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ) સાથે ચલન ફોર્મની સહી કરેલી નકલ રજૂ કરવાની રહેશે.
- આ પધ્ધતિ હેઠળ રોકડમાં રૂ. 10,000/- (માત્ર દસ હજાર રૂપિયા) કરતાં વધુની કર ચુકવણીની મંજૂરી નથી.
- આ માધ્યમ દ્વારા કર ચુકવણી કરવા માટે કોઈપણ લેવડ-દેવડ શુલ્ક/ફી લાગુ નથી .
|
વિકલ્પ |
પૂર્વજરૂરિયાતો |
|
પૂર્વ-લોગઈન |
|
|
લોગઈન પછી |
|
મહત્વપૂર્ણ નોંધ:
- હાલમાં, ઓવર ધ કાઉન્ટર (OTC) પદ્ધતિ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ (ઈ-ચુકવણી કર સેવા) પર કર ચુકવણી અધિકૃત બેંકો દ્વારા ઉપલ્બધ છે જેવી કે એક્સિસ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સિટી યુનિયન બેંક લિમિટેડ, DCB બેંક, ફેડરલ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDBI બેંક, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક લિમિટેડ, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, પંજાબ અને સિંધ બેંક, RBI, RBL બેંક લિમિટેડ, સાઉથ ઈન્ડિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા.
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચુકવણી કર સેવાનો ઉપયોગ કરીને CRN જનરેટ કર્યા પછી જ આ સુવિધાનો લાભ લઈ શકાય છે.
- આ બંને બેંકોના OTC પદ્ધતિનો ઉપયોગ કરીને ચુકવણી કરવા માટે કરદાતાએ બેંક કાઉન્ટર પર ચલન ફોર્મ લઈને જવાની જરૂર છે.
- કૃપા કરીને નોંધ લેશો: ઉપરોક્ત બેંક સૂચિ ગતિશીલ પ્રકારની છે, ભવિષ્યની તારીખોમાં બેંકોને ઉમેરી અથવા દૂર કરી શકાય છે. આ જાણકારી 25 જુલાઈ,2023 ના રોજની છે.
3. તબક્કાવાર માર્ગદર્શિકા
3.1. નવું ચલન ફોર્મ (CRN) જનરેટ કર્યા પછી ચુકવણી કરો - લોગઈન પછીની સેવા TDS ચુકવવા માટે, આ ફકરાના પગલાં 1 થી 4 ને અનુસરો અને પછી ફકરા 3.3 ના પગલાં 5-10 નો સંદર્ભ લો.
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > ઈ-ચુકવણી કર પર ક્લિક કરો. તમને ઈ-ચુકવણી કર પર નેવિગેટ કરવામાં આવશે.
પગલું 3: ઈ-કર ચુકવણી પેજ પર, ઓનલાઈન કર ચુકવણી શરૂ કરવા માટે નવી ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો.
નોંધ: આ પદ્ધતિ દ્વારા કર ચૂકવણી હાલમાં એક્સિસ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સિટી યુનિયન બેંક લિમિટેડ, DCB બેંક, ફેડરલ બેંક, HDFC બેંક,ICICI બેંક, IDBI બેંક, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક લિમિટેડ, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, RBI, RBL બેંક લિમિટેડ, સાઉથ ઈન્ડિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જેવી અધિકૃત બેંકો દ્વારા ઉપલબ્ધ છે.
કૃપા કરીને નોંધ લેશો કે ઉપરોક્ત બેંક સૂચિ ગતિશીલ પ્રકારની છે, ભવિષ્યની તારીખોમાં બેંકોને ઉમેરી અથવા દૂર કરી શકાશે. આ જાણકારી 25 જુલાઈ,2023 ના રોજની છે.
પગલું 4: નવી ચુકવણી પેજ પર, તમને લાગુ કર ચુકવણી ટાઈલ પર આગળ વધો પર ક્લિક કરો .
પગલું 5: લાગુ કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ પડતી) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6:કરવેરા બ્રેકઅપ વિગતો ઉમેરો પેજ પર, કુલ કર ચુકવણીની રકમનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: ચુકવણીનું માધ્યમ પસંદ કરો પેજ પર, બેંક કાઉન્ટર પર ચુકવણી કરો માધ્યમ પસંદ કરો અને ચેક, રોકડ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવણી પસંદ કરો અને પછી, વિકલ્પોમાંથી બેંકનું નામ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 8: પૂર્વાવલોકન અને ચલન ફોર્મ ડાઉનલોડ કરો પેજમાં, વિગતો અને કર બ્રેકઅપ વિગતોની ચકાસણી કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 9: ચલન ફોર્મ સફળતાપૂર્વક જનરેટ કરવામાં આવશે. ચલન ફોર્મ (CRN) પ્રિન્ટ કરો અને ચુકવણી કરવા માટે પસંદ કરેલી બેંકની કોઈપણ શાખાની મુલાકાત લો.
નોંધ: સફળતાપૂર્વક ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ ઈ-મેઈલ અને એક SMS પ્રાપ્ત થશે. એક વાર ચુકવણી સફળ થઈ જાય, પછી ચુકવણીની વિગતો અને ચલાન રસીદ ઈ-પે કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ ઉપલબ્ધ છે.
3.2. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા વિના વેરો ચૂકવો - લોગઈન પહેલાંની સેવા. TDS ચુકવવા માટે, આ ફકરાના પગલાં 1 થી 4 ને અનુસરો અને પછી ફકરા 3.3 ના પગલાં 5-10 નો સંદર્ભ લો.
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ અને ઈ - કર ચુકવણી પર ક્લિક કરો.
પગલું 2: ઈ-કર ચુકવણી પેજ પર, જરૂરી વિગતો ભરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: OTP ચકાસણી પેજ પર, પગલું 2 માં દાખલ કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: OTP ચકાસણી પછી, તમારા PAN/TAN અને છુપાયેલ નામ સાથેનો સફળતા સંદેશ પ્રદર્શિત થશે. આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: ઈ-કર ચુકવણી પેજ પર, તમને લાગુ પડે તે કર ચુકવણી શ્રેણી પર આગળ વધો પર ક્લિક કરો. TDS ચુકવવા માટે ફકરા 3.2ના પગલાં 5-10 નો સંદર્ભ લો.
પગલું 6: લાગુ પડતી કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ પડતી હોય તેમ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: કર બ્રેકઅપની વિગતો ઉમેરો પેજ પર, કુલ કરની ચુકવણીનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 8: ચુકવણીનું માધ્યમ પસંદ કરોપેજ પર બેંક કાઉન્ટર પર ચુકવણી માધ્યમ પસંદ કરો અને ચેક, રોકડ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવણી પસંદ કરો અને પછી, વિકલ્પોમાંથી બેંકનું નામ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 9: પૂર્વાવલોકન અને ચલન ફોર્મ ડાઉનલોડ કરો પેજમાં, વિગતો અને કર બ્રેકઅપ વિગતોની ચકાસણી કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

પગલું 10: ચલન ફોર્મ સફળતાપૂર્વક જનરેટ કરવામાં આવશે. ચલન ફોર્મ (CRN) પ્રિન્ટ કરો અને ચુકવણી કરવા માટે પસંદ કરેલી બેંકની કોઈપણ શાખાની મુલાકાત લો.
નોંધ: સફળ ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર SMS પ્રાપ્ત થશે. એકવાર ચૂકવણી સફળ થયા બાદ, ભવિષ્યના સંદર્ભો માટે ચલન રસીદ ડાઉનલોડ કરી શકાશે. ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો લોગઈન પછી ઈ-ચુકવણી કર પૃષ્ઠ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ પણ ઉપલબ્ધ છે.
3.3 બેંક કાઉન્ટર પર ચૂકવોનો ઉપયોગ કરીને TDS ચૂકવો
પગલું 5: ઈ-કર ચુકવણી પેજ પર, તમને લાગુ પડતી કર ચુકવણી શ્રેણી પર આગળ વધો પર ક્લિક કરો.
પગલું 6: આકારણી વર્ષ અને TDS ચૂકવો ટાઈલ પસંદ કર્યા પછી, લઘુ શીર્ષક પસંદ કરો (લાગુ પડે તે રીતે) અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: કર બ્રેકઅપની વિગતો ઉમેરો પેજ પર, કુલ કરની ચુકવણીનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 8: ચુકવણીનું માધ્યમ પસંદ કરો %12s પેજ પર , બેંક કાઉન્ટર પર ચુકવણી કરો માધ્યમ પસંદ કરો અને ચેક, રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા આંતરિક સ્થાનાંતરણ દ્વારા ચુકવણી પસંદ કરો (ફક્ત RBI માટે લાગુ) અને પછી, વિકલ્પોમાંથી બેંકનું નામ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 9: પૂર્વાવલોકન અને ચલન ફોર્મ ડાઉનલોડ કરો પેજમાં, વિગતો અને કર બ્રેકઅપ વિગતોની ચકાસણી કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 10: ચલન ફોર્મ સફળતાપૂર્વક જનરેટ કરવામાં આવશે. ચલન ફોર્મ (CRN) પ્રિન્ટ કરો અને ચુકવણી કરવા માટે પસંદ કરેલી બેંકની કોઈપણ શાખાની મુલાકાત લો.
નોંધ: સફળ ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર SMS પ્રાપ્ત થશે. એકવાર ચૂકવણી સફળ થયા બાદ, ભવિષ્યના સંદર્ભો માટે ચલન રસીદ ડાઉનલોડ કરી શકાશે. ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો લોગઈન પછી ઈ-ચુકવણી કર પૃષ્ઠ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ પણ ઉપલબ્ધ છે.