અધિકૃત બેંકોની નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કર ચુકવણી > વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમ | આવકવેરા વિભાગ (પૂર્વ-લોગઈન અથવા લોગઈન પછીની પધ્ધતિમાં) પર નેટ બેન્કિંગ સુવિધા સાથે અધિકૃત બેંકમાં બેંક ખાતા ધરાવતા તમામ કરદાતાઓ માટે "અધિકૃત બેંકોની નેટ બેન્કિંગ"નો ઉપયોગ કરીને કર ચુકવણી ઉપલબ્ધ છે. ચુકવણીના આ વિકલ્પ સાથે, તમે અધિકૃત બેંકોની નેટ બેન્કિંગ સેવાનો ઉપયોગ કરીને ઓનલાઈન (પૂર્વ-લોગઈન અથવા લોગઈન પછી પદ્ધતિમાં) કર ચુકવણી કરી શકો છો.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
તમે પૂર્વ-લોગઈન (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરતા પહેલા) અથવા લોગઈન પછીની (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી) પદ્ધતિ દ્વારા "અધિકૃત બેંકોની નેટ બેન્કિંગ" નો ઉપયોગ કરીને કર ચૂકવણી કરી શકો છો.
|
વિકલ્પ |
પૂર્વશરતો |
|
પૂર્વ-લોગઈન |
|
|
લોગઈન પછી |
|
મહત્વપૂર્ણ નોંધ: હાલમાં, નેટ બેન્કિંગ પધ્ધતિ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ (ઈ-ચુકવણી કર સેવા) પર કર ચુકવણી અધિકૃત બેંક દ્વારા ઉપલબ્ધ છે જેવી કે: એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સિટી યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, DCB બેંક, ફેડરલ બેંક, HDFC બેંક, IDBI બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, કોટક મહિન્દ્રા બેંક, કરુર વૈશ્ય બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, પંજાબ અને સિંધ બેંક, RBL બેંક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સાઉથ ઈન્ડિયન બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા. અન્ય બેંકો માટે કૃપા કરીને ચુકવણી ગેટવે અથવા RTGS/NEFT વિકલ્પનો ઉપયોગ કરો.
કૃપા કરીને નોંધ લેશો: ઉપરોક્ત બેંક સૂચિ ગતિશીલ પ્રકારની છે, ભવિષ્યની તારીખોમાં બેંકોને ઉમેરી અથવા દૂર કરી શકાય છે. આ જાણકારી 25મી જુલાઈ,2023 ના રોજની છે.
3. તબક્કાવાર માર્ગદર્શિકા
3.1. નવું ચલન ફોર્મ (CRN) જનરેટ કર્યા પછી ચુકવણી કરો - લોગઈન પછીની સેવા
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > ઈ-ચુકવણી કર પર ક્લિક કરો. તમને ઈ-ચુકવણી કર પર નેવિગેટ કરવામાં આવશે. ઈ-ચુકવણી કર પેજ પર ઓનલાઈન કર ચુકવણી શરૂ કરવા માટે નવા ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો.
નોંધ: આ પદ્ધતિ દ્વારા કર ચૂકવણી કરવી હાલમાં અધિકૃત બેંકો જેવી કે એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સિટી યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, DCB બેંક, ફેડરલ બેંક, HDFC બેંક, IDBI બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક, કોટક મહિન્દ્રા બેંક, કરુર વૈશ્ય બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, પંજાબ અને સિંધ બેંક, RBL બેંક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સાઉથ ઈન્ડિયન બેંક, UCO બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
અન્ય બેંકો માટે કૃપા કરીને ચુકવણી ગેટવે અથવા RTGS/NEFT વિકલ્પનો ઉપયોગ કરો.
કૃપા કરીને નોંધ લેશો: ઉપરોક્ત બેંક સૂચિ ગતિશીલ પ્રકારની છે, ભવિષ્યની તારીખોમાં બેંકોને ઉમેરી અથવા દૂર કરી શકાય છે. આ જાણકારી 25મી જુલાઈ,2023 ના રોજની છે.
પગલું 3: નવી ચુકવણી પેજ પર, તમને લાગુ કર ચુકવણી ટાઈલ પર આગળ વધો પર ક્લિક કરો .
પગલું 4: લાગુ કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ પડે તેમ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: કરવેરા બ્રેકઅપ વિગતો ઉમેરો પેજ પર, કુલ કર ચુકવણીની રકમનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ચુકવણીનું માધ્યમ પસંદ કરો પેજ પર, નેટ બેન્કિંગ માધ્યમ પસંદ કરો અને વિકલ્પોમાંથી બેંકનું નામ પસંદ કરો અને ચાલુ રાખોપર ક્લિક કરો.
પગલું 7: પૂર્વાવલોકન અને ચુકવણી કરો પેજ પર, વિગતો અને કર બ્રેકઅપની વિગતો ચકાસો અને હમણાં જ ચુકવો પર ક્લિક કરો.

નોંધ: સફળતાપૂર્વક ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ ઈ-મેઈલ અને એક SMS પ્રાપ્ત થશે. એકવાર ચુકવણી સફળ થયા પછી, ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો ઈ-ચુકવણી કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ ઉપલબ્ધ થશે.
નોંધ:
- જો તમારી બેંક દ્વારા પ્રદાન કરવામાં આવે તો "પૂર્વ-અધિકૃત ઉધાર થયેલ ખાતું" અને "મેકર-ચેકર" જેવી કામગીરી પણ બેંકના પેજ પર ઉપલબ્ધ રહેશે.
- પૂર્વ-અધિકૃત ઉધાર થયેલ ખાતા વિકલ્પ હેઠળ, તમે ભવિષ્યની તારીખ માટે ચુકવણી નિર્ધારિત કરી શકશો. જો કે, ચૂકવણીની નિર્ધારિત કરેલ તારીખ ચલન ફોર્મ (CRN) ની “માન્ય તારીખ સુધી” અથવા તે પહેલાંની હોવી જોઈએ.
3.2. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા વિના ચૂકવો - પૂર્વ- લોગઈન સેવા
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ અને ચુકવણી કરો પર ક્લિક કરો.
પગલું 2 : ઈ-ચુકવણી કર પેજ પર, જરૂરી વિગતો ભરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: OTPની ચકાસણી પેજ પર, પગલું 2માં દાખલ કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: OTPની ચકાસણી પછી, તમારા PAN/TAN અને છુપાયેલ નામ સાથેનો સફળતા સંદેશ પ્રદર્શિત થશે. આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: ઈ-કર ચુકવણી પેજ પર, તમને લાગુ પડે તે કર ચુકવણી શ્રેણી પર આગળ વધોપર ક્લિક કરો.
પગલું 6: લાગુ પડતી કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ પડતી હોય તેમ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: કર બ્રેકઅપની વિગતો ઉમેરો પેજ પર, કુલ કરની ચુકવણીનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 8: ચુકવણીનું માધ્યમ પસંદ કરો પેજ પર, નેટ બેન્કિંગ માધ્યમ પસંદ કરો અને વિકલ્પોમાંથી બેંકનું નામ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 9: પૂર્વાવલોકન અને ચુકવણી કરો પેજ પર, વિગતો અને કર બ્રેકઅપની વિગતો ચકાસો અને હમણાં જ ચુકવો પર ક્લિક કરો.
નોંધ: સફળ ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર SMS પ્રાપ્ત થશે. એકવાર ચૂકવણી સફળ થયા બાદ, ભવિષ્યના સંદર્ભો માટે ચલનની પ્રાપ્તિ ડાઉનલોડ કરી શકાશે. ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો લોગઈન પછી ઈ-ચુકવણી કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ પણ ઉપલબ્ધ છે.