1. ઓવરવ્યૂ
ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર તમામ કરદાતાઓ માટે ચુકવણી ગેટવે દ્વારા કર ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા તમે ચુકવણી ગેટવેનો ઉપયોગ કરીને ઓનલાઈન (પૂર્વ-લોગઈન અથવા લોગઈન પછીની પદ્ધતિમાં) કર ચુકવણી કરી શકો છો, જે તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ-બેન્કિંગ અને UPI દ્વારા કર ચુકવણી કરવા સક્ષમ બનાવે છે. પસંદ કરેલ ચુકવણી ગેટવે તેના પોતાના પેજ પર પુનઃનિર્દેશિત કરશે અને તે ગેટવે સાથે ઉપલબ્ધ તમામ વિકલ્પો પ્રદાન કરશે. બિડાણ 1 મુજબ લેવડ-દેવડ શુલ્ક, આ પધ્ધતિમાં કરની રકમ ઉપરાંત લાગુ થશે.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
તમે પૂર્વ-લોગઈન (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરતા પહેલા) અથવા લોગઈન પછી (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી) પદ્ધતિમાં "ચુકવણી ગેટવે" નો ઉપયોગ કરીને કર ચુકવણી કરી શકો છો.
|
વિકલ્પ |
પૂર્વશરતો |
|
પૂર્વ-લોગઈન |
|
|
લોગઈન પછી |
|
મહત્વપૂર્ણ નોંધ:
હાલમાં, ચુકવણી ગેટવે પદ્ધતિ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ (ઈ-કર ચુકવણી સેવા) પર કર ચુકવણી કેનેરા બેંક, ફેડરલ બેંક, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નામની છ અધિકૃત બેંકો દ્વારા ઉપલબ્ધ છે.
કૃપા કરીને નોંધ લેશો કે ઉપરોક્ત બેંક સૂચિ ગતિશીલ પ્રકારની છે, ભવિષ્યની તારીખોમાં બેંકોને ઉમેરી અથવા દૂર કરી શકાશે. આ જાણકારી 25મી જુલાઈ,2023 ના રોજની છે.
3. તબક્કાવાર માર્ગદર્શિકા
3.1. નવું ચલન ફોર્મ (CRN) જનરેટ કર્યા પછી ચુકવણી કરો - લોગઈન પછીની સેવા
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > ઈ-ચુકવણી કર પર ક્લિક કરો. તમને ઈ-ચુકવણી કર પર નેવિગેટ કરવામાં આવશે. ઈ-ચુકવણી કર પેજ પર ઓનલાઈન કર ચુકવણી શરૂ કરવા માટે નવા ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: નવી ચુકવણી પેજ પર, તમને લાગુ કર ચુકવણી ટાઈલ પર આગળ વધો પર ક્લિક કરો .
પગલું 4: લાગુ પડતી કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ હોય તેમ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5:કરવેરા બ્રેકઅપ વિગતો ઉમેરો પેજ પર, કુલ કર ચુકવણીની રકમનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ચુકવણીનું માધ્યમ પસંદ કરો પેજ પર, ચુકવણી ગેટવે પધ્ધતિ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7 : પૂર્વાવલોકન અને ચુકવણી કરો પેજ પર, વિગતો અને કર બ્રેકઅપની વિગતો ચકાસો અને હમણાં જ ચુકવોપર ક્લિક કરો.

પગલું 8: નિયમો અને શરતો વાંચો અને પસંદ કરો અને બેંકમાં સબમિટ કરો પર ક્લિક કરો.(તમને ચુકવણી ગેટવેની વેબસાઈટ પર પુનઃનિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમે લોગઈન અથવા નેટ બેન્કિંગ/ ડેબિટ/ ક્રેડિટ કાર્ડ/ UPI વિગતો દાખલ કરી શકો છો અને ચુકવણી કરી શકો છો).તમે ચુકવણી વિકલ્પ પસંદ કરતા પહેલા પાંચ ચુકવણી ગેટવેના લેવડ-દેવડ શુલ્ક (બિડાણ 1 મુજબ)ની તુલના કરી શકો છો.
નોંધ: સફળતાપૂર્વક ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ ઈ-મેઈલ અને એક SMS પ્રાપ્ત થશે. એકવાર ચુકવણી સફળ થયા પછી, ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો ઈ-ચુકવણી કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ ઉપલબ્ધ થશે.
3.2. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા વિના ચૂકવો - પૂર્વ- લોગઈન સેવા
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ અને ઈ-કર ચુકવણીપર ક્લિક કરો.
પગલું 2 : ઈ-કર ચુકવણી પેજ પર, જરૂરી વિગતો ભરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: OTPની ચકાસણી પેજ પર, પગલું 2માં દાખલ કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

પગલું 4: OTPની ચકાસણી પછી, તમારા PAN/TAN અને છુપાયેલ નામ સાથેનો સફળતા સંદેશ પ્રદર્શિત થશે. આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: ઈ-કર ચુકવણી પેજ પર, તમને લાગુ પડે તે કર ચુકવણી શ્રેણી પર આગળ વધોપર ક્લિક કરો.
પગલું 6: લાગુ પડતી કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, આકારણી વર્ષ, લઘુ શીર્ષક, અન્ય વિગતો (લાગુ પડતી હોય તેમ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: કર બ્રેકઅપની વિગતો ઉમેરો પેજ પર, કુલ કરની ચુકવણીનું બ્રેકઅપ ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 8 : ચુકવણીનું માધ્યમ પસંદ કરોપેજ પર, ચુકવણી ગેટવે માધ્યમ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 9 : પૂર્વાવલોકન અને ચુકવણી કરો પેજ પર, વિગતો અને કર બ્રેકઅપ વિગતોની ચકાસણી કરો અને હમણાં જ ચુકવો પર ક્લિક કરો.
પગલું 10: નિયમો અને શરતો વાંચો અને પસંદ કરો અને બેંકમાં સબમિટ કરો પર ક્લિક કરો.(તમને ચુકવણી ગેટવેની વેબસાઈટ પર પુનઃનિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમે લોગઈન અથવા નેટ બેન્કિંગ/ ડેબિટ/ ક્રેડિટ કાર્ડ/ UPI વિગતો દાખલ કરી શકો છો અને ચુકવણી કરી શકો છો).તમે ચુકવણી વિકલ્પ પસંદ કરતા પહેલા પાંચ ચુકવણી ગેટવેના લેવડ-દેવડ શુલ્ક (બિડાણ 1 મુજબ)ની તુલના કરી શકો છો.
નોંધ: સફળ ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર SMS પ્રાપ્ત થશે. એકવાર ચૂકવણી સફળ થયા બાદ, ભવિષ્યના સંદર્ભો માટે ચલનની પ્રાપ્તિ ડાઉનલોડ કરી શકાશે. ચુકવણી અને ચલન પ્રાપ્તિની વિગતો લોગઈન પછી ઈ-ચુકવણી કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટેબ હેઠળ પણ ઉપલબ્ધ છે.