Do not have an account?
Already have an account?

તમારું PAN ચકાસો

(PAN ચકાસણી સરળ બનાવી)

(PAN ચકાસણી સરળ બનાવી)

Frequently Asked Questions

તમારું PAN ચકાસો વારંવાર પૂછાતા પ્રશ્નો

1. મારે મારો PAN કેમ ચકાસવો જરૂરી છે?

તમારો PAN ચકાસો

  • તમારા PAN ની વિગતો, જેમ કે PAN કાર્ડ પરનું નામ, જન્મતારીખ એ PAN ડેટાબેઝમાં ઉપલબ્ધ વિગતો સમાન છે કે નહીં તેની તપાસ કરો.
  • તમારો PAN સક્રિય છે કે નહીં તેની ચકાસણી કરો.

2. શું PANની ચકાસણી માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મારો મોબાઈલ નંબર નોંધાયેલ હોવો જરૂરી છે?

તમે ચકાસણી દરમિયાન તમારી પાસે ઉપલબ્ધ હોય તેવા કોઈપણ માન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો જેના પર તમને એક OTP પ્રાપ્ત થશે (જે મહત્તમ ત્રણ પ્રયાસો સાથે 15 મિનિટ માટે માન્ય રહેશે).

3. શું કોઈ વ્યક્તિગત કરદાતા માટે એક જ મોબાઈલ નંબરથી ચકાસી શકાય તેવા PAN ની સંખ્યા પર કોઈ મર્યાદા છે?

હા. તમે એક દિવસમાં એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને મહત્તમ 5 અલગ-અલગ PAN ચકાસી શકો છો.

4.એક બાહ્ય એજન્સી તરીકે, શું હું વપરાશકર્તાના PAN ની ચકાસણી કરી શકું?

હા, PAN ચકાસણી સેવા બાહ્ય એજન્સીઓ સહિત તમામ નોંધાયેલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. મોટો જથ્થો PAN / TAN ચકાસણી એ બાહ્ય એજન્સીઓ માટેની એક અલગ સેવા છે, જેના માટે વિભાગની મંજૂરી આવશ્યક છે.

5. હું મારી PAN ની વિગતો ઓનલાઈન કેવી રીતે જોઈ શકું?

તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ઉપલબ્ધ તમારું PAN જાણોસેવાની ઉપયોગ કરી શકો છો. તમે તમારા PAN માન્ય છે કે નહીં તે તપાસવા માટે પણ આ સેવાનો ઉપયોગ કરી શકો છો.

Detailed guides and documentation