Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

આવક વેરા અધિનિયમની કલમ 115BAA મુજબ, સ્થાનિક કંપનીઓ પાસે 22% (લાગુ સરચાર્જ અને ઉપકર) ના રાહત દરે કર ચુકવણીનો વિકલ્પ છે જો તેઓ ચોક્કસ કપાત અને પ્રોત્સાહનો મેળવે નહીં. કંપનીઓ ફક્ત આકારણી વર્ષ 2020 - 21 પછીથી રાહત દર માટે પસંદગી કરી શકે છે.

કલમ 115BAA તરીકે રાહત દરે કર ચુકવણી પસંદ કરવા માટે, ગત વર્ષ માટે લાભ મેળવવા આવકના વળતરને રજૂ કરવા માટે કલમ 139ના પેટા વિભાગ (1) અંતર્ગત ઉલ્લેખિત નિયત તારીખ પર અથવા તે પહેલાં ફોર્મ 10-IC ફાઈલ કરવું આવશ્યક છે. આ પ્રકારનો વિકલ્પ એકવાર કોઈ ખાસ નાણાકીય વર્ષમાં અમલમાં મુકવામાં આવે છે ત્યારબાદ પાછો ખેંચી શકાતો નથી.

ફોર્મ 10-IC ઓનલાઈન માધ્યમ દ્વારા સબમિટ કરી શકાય છે. આ સેવા નોંધાયેલ વપરાશકર્તા/યુઝર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન રીતનો ઉપયોગ કરીને ફોર્મ 10-ICમાં ફાઈલ કરવા સક્ષમ કરે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વશરત

  • માન્ય વપરાશકર્તા/યુઝર નામ અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા
  • માન્ય અને સક્રિય ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC નો ઉપયોગ કરીને ઈ-ચકાસણી)
  • વળતર રજૂ કરવા માટે અધિનિયમના કલમ / 139(1) હેઠળ સમયમર્યાદા રદ થઈ નથી

3. ફોર્મ વિશે

3.1.હેતુ

રાહત દરે કર ચૂકવવા માટે કલમ 115BAA ના પેટા વિભાગ (5) અંતર્ગત વિકલ્પનો અમલ કરવા માટેના અરજી/એપ્લિકેશન ફોર્મનો 10-IC માં બનાવવામાં આવશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115BAA તરીકે, સ્થાનિક કંપનીઓ 22% (વધારાનો સરચાર્જ અને ઉપકર) ના રાહત દરે કર ચુકવણી કરવાનો વિકલ્પ વાપરી શકે છે જે કલમ 115BAA માં નિર્ધારિત વિષયની પૂર્તિને આધિન છે.

3.2. તેનો ઉપયોગ કોણ કરી શકે છે?


સ્થાનિક કંપની તરીકે નોંધાયેલ તમામ વપરાશકર્તાઓ આ ફોર્મ ભરવામાં પ્રવેશ મેળવી શકે છે.

4. ફોર્મ તરફ એક નજર

ફોર્મ 10-IC માં 4 વિભાગો છે:

  1. આકારણી અધિકારી
  2. બેઝિક માહિતી
  3. વધારાની માહિતી
  4. ચકાસણી કરવી
Data responsive


4.1. આકારણી અધિકારીની વિગતો

ફોર્મના પ્રથમ વિભાગમાં તમારા આકારણી અધિકારીની વિગતો શામેલ છે. તમારે ફક્ત આ વિભાગમાં વિગતોનું પુષ્ટિકરણ કરવાની જરૂર છે.

Data responsive


4.2. બેઝિક માહિતી

આગામી વિભાગમાં બેઝિક વિગતોમાં સ્થાનિક કંપનીની (વ્યક્તિગત માહિતી અને વ્યાપાર પ્રવૃત્તિઓની પ્રકાર સહિત)વિગતો શામેલ છે. તમને લાગુ પડતા વ્યાપારની પ્રકૃતિ તરીકે તમારે ક્ષેત્ર પસંદ કરવું જરૂરી છે.

Data responsive


4.3 વધારાની માહિતી

આગળના વિભાગમાં IFSC એકમોની વિગતોનો સમાવેશ થાય છે (જો કોઈ હોય તો) અને વિકલ્પ કલમ / 115BA હેઠળ અમલમાં મુકેલ છે. કૃપા કરીને નોંધ કરો કે જો તમે 115BA / કલમ હેઠળ કરવેરા માટે પસંદ કર્યું હોય,તો તમારે તે જ પાછું લઈ લેવાની જરૂર રહેશે.

Data responsive


4.4. ચકાસણી

અંતિમ વિભાગમાં આવક વેરા અધિનિયમ,1961 ની કલમ 115BAA તરીકેના માપદંડ ધરાવતા સ્વ-ઘોષણાપત્રક ફોર્મનો સમાવેશ થાય છે. ચકાસણી પેજ પર પ્રદર્શિત નિયમો અને શરતોસાથે સહમત થાઓ.

Data responsive


5. કેવી રીતે એક્સેસ અને સબમિટ કરવું

તમે નિમ્નલિખિત પદ્ધતિ દ્વારા ફોર્મ 10-IC ભરી અને સબમિટ કરી શકો છો:

  • ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન પદ્ધતિ

ઓનલાઇન માધ્યમદ્વારા 10-IC ફોર્મ ભરવા અને સબમિટ કરવા નીચેના પગલાંને અનુસરો.


5.1 કરદાતા માટે ફોર્મ 10-IC (ઓનલાઇન માધ્યમ) ફાઈલ કરવા માટે

પગલું 1: તમારા વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.

Data responsive


પગલું 2: તમારા ડેશબોર્ડપર,ઈ-ફાઈલ >આવક વેરા ફોર્મ >ફાઈલ આવક વેરા ફોર્મ પર ક્લિક કરો.

Data responsive


પગલું 3: ફાઈલ આવક વેરા ફોર્મ પેજ પર, ફોર્મ 10-IC પસંદ કરો. વૈકલ્પિક રીતે,ફોર્મ ફાઈલ કરવા માટે શોધ બોક્સમાં ફોર્મ 10-ICદાખલ કરો.

Data responsive


પગલું 4: ફોર્મ 10-IC પેજ પર, સુસંગત આકારણી વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 5:સૂચનાઓપેજ પર, ચાલો શરૂ કરીએ ક્લિક કરો.

Data responsive


પગલું 6: ચાલો શરૂ કરીએ, ફોર્મ 10-IC પ્રદર્શિત થાય છે તેના પર ક્લિક કરો. બધી જરૂરી વિગતો ભરો અને પૂર્વાવલોકન પર ક્લિક કરો.

Data responsive


પગલું7: પૂર્વાવલોકન પાના પર, વિગતો ચકાસો અને ઈ-ચકાસણી પર આગળ વધવા ક્લિક કરો.

Data responsive


પગલું 8: સબમિટ કરવા માટેહાપર ક્લિક કરો.

Data responsive


પગલું 10: હા પર ક્લિક કરવાથી, તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ચકાસણી કરી શકો છો.

નોંધ: વધુ જાણવા માટે કેવી રીતે ઈ-ચકાસણી કરવી અને DSC વપરાશકર્તા/યુઝર માર્ગદર્શિકાની નોંધણી કરાવવી તે સંદર્ભ લો.

સફળ ઈ-ચકાસણી પછી, લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ પાવતી નંબર સાથે સફળતા સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ નંબરની નોંધ રાખો.તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ તમારા ઈમેઈલ ID પર એક પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.

Data responsive


4. સંબંધિત વિષયો