1. ઓવરવ્યૂ
ITR-2 પૂર્વ - ફાઇલિંગ અને ફાઇલિંગ સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સેવા વ્યક્તિગત કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઇન ITR- 2ફાઇલ કરવા માટે સક્ષમ કરે છે. આ વપરાશકર્તા/યુઝર પુસ્તિકા ઓનલાઇન મોડ દ્વારા ITR- 2 નું ફાઇલિંગ કરવાં માટેનું આવરી લે છે.
2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વશરત
| સામાન્ય |
|
| અન્ય |
|
ITR- 2નિમ્નલિખિત વિભાગો છે કે જે તમારે ફોર્મ સબમિટ કરતા પહેલા ભરવાની રેહશે, એક સારાંશ વિભાગ જ્યાં તમે તમારી કર ગણતરીની સમીક્ષા કરો અને કર ચૂકવો છો અને છેવટે ચકાસણી માટે રિટર્ન સબમિટ કરો:
3.1 ભાગ A સામાન્ય
3.2 અનુસૂચિત પગાર
3.3 અનુસૂચિત મકાન મિલકત
3.4 અનુસૂચિત મૂડી લાભ
3.5અનુસૂચિત112 A અને અનુસૂચિત- 115AD(1)(iii) જોગવાઈ
3.6 અનુસૂચિત બીજા સ્ત્રોત
3.7 અનુસૂચિત CYLA
3.8 અનુસૂચિત BFLA
3.9 અનુસૂચિત CFL
3.10 અનુસૂચિત VI-A
3.11 અનુસૂચિત 80 G અને અનુસૂચિત 80 GGA
3.12 અનુસૂચિત AMT
3.13 અનુસૂચિત AMTC
3.14 અનુસૂચિત SPI
3.15 અનુસૂચિત SI
3.16 અનુસૂચિત EI
3.17 અનુસૂચિત PTI
3.18 અનુસૂચિત FSI
3.19 અનુસૂચિત TR
3.20 અનુસૂચિ FA
3.21 અનુસૂચિ 5 A
3.22 અનુસૂચિ AL
3.23 ભાગ B – કુલ આવક (TI)
3.24 ચુકવેલ કર
3.25 ભાગ B-TTI
3.1 ભાગ A સામાન્ય
ફોર્મના ભાગ A સામાન્ય વિભાગમાં, તમારે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઇલમાંથી પૂર્વ - ભરેલ ડેટાની ચકાસણી કરવાની રેહશે. તમે તમારી અમુક વ્યક્તિગત ડેટાને સીધી ફોર્મમાં સંપાદિત કરી શકશો નહીં. જો કે, તમે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઇલ પર જઈને જરૂરી ફેરફારો કરી શકો છો. તમે તમારી સંપર્ક વિગતો, ફાઈલિંગની સ્થિતિ, રહેણાંકની સ્થિતિ અને બેંક વિગતોને ફોર્મમાં જ સંપાદિત કરી શકો છો.
3.2 અનુસૂચિ પગાર
અનુસૂચિ પગારમાં , કલમ / 16 હેઠળ તમારે પગાર / પેન્શન, મુક્તિ ભાથું અને કપાત માંથી તમારી આવકની સમીક્ષા / એન્ટર /સંપાદિત કરવાની જરૂર રેહશે.
3.3 અનુસૂચિ મકાન મિલકત
અનુસૂચિ મકાન મિલકતમાં, તમારે ઘરની મિલકત ( સ્વ - કબજો, ભાડે આપેલ, અથવા પોતાનું માનેલ ) સંબંધિત વિગતોની સમીક્ષા / એન્ટર / સંપાદિત કરવાની જરૂર રેહશે. વિગતોમાં સહ-માલિકની વિગતો, ભાડૂતની વિગતો, ભાડા, વ્યાજ, આવકમાંથી પસાર થવું વગેરેનો સમાવેશ થાય છે.
3.4 અનુસૂચિ CG – મૂડી વધારો
મૂડી વધારો વિવિધ પ્રકારની મૂડી સંપત્તિના વેચાણ / સ્થાનાંતરણથી ઉત્પન્ન થતા મૂડી વધારાને અલગ કરવામાં આવ્યા છે. એવા કિસ્સામાં કે જેમાં એક કરતા વધારે મૂડી સંપત્તિના વેચાણ અથવા સ્થાનાંતરણથી મૂડી વધારો થાય છે, જે સમાન પ્રકારના હોય છે, કૃપા કરીને સમાન પ્રકારની બધી મૂડી સંપત્તિના સંદર્ભમાં મૂડી વધારાનું એક સંકલન ગણતરી કરો. પરંતુ જમીન / મકાનના સ્થાનાંતરણના કિસ્સામાં, દરેક જમીન / મકાન તરફ ગણતરી એન્ટર કરવી ફરજિયાત છે. અનુસૂચિ મૂડી વધારામાં , તમારે તમારી ટૂંકા ગાળાનો અને લાંબા ગાળાનો મૂડી વધારો / તમામ પ્રકારની મૂડી સંપત્તિ માટે નુકસાનની વિગતો એન્ટર કરવાની રેહશે.
3.5અનુસૂચિ 112 A અને અનુસૂચિ -115 AD(1)(iii) જોગવાઈ
- અનુસૂચિ 112A માં, તમારે કંપનીના ઈક્વિટી લક્ષી ભંડોળના વેચાણ અથવા વ્યવસાય ટ્રસ્ટનું યુનિટ જેના પર STT ચૂકવવામાં આવે છે, વિશેની વિગતોની સમીક્ષા / એન્ટર કરવાની /સંપાદિત કરવાની રેહશે.
- અનુસૂચિ 115 AD (1) ( iii ) જોગવાઈમાં અનુસૂચિ 112A ની જેમ સમાન વિગતો એન્ટર કરવાનો સમાવેશ થાય છે પરંતુ તે બિન-રહેવાસીઓ માટે લાગુ છે.
નોંધ: જો શેર 31 મી જાન્યુઆરીએ અથવા તે પહેલાં ખરીદવામાં આવે છે.2018, અનુસૂચિ 112 A અને અનુસૂચિ 115- AD (1 ) ( iii ) હેઠળ દરેક સ્થાનાંતરણની સ્ક્રીપ - મુજબની વિગતો એન્ટર કરવી ફરજિયાત છે.
3.6અનુસૂચિ બીજા સ્ત્રોત
અન્ય સ્રોતોના વિભાગ માં, તમારે તમારી તમામ આવકની સમીક્ષા / એન્ટર કરવાની/ સંપાદિત કરવાની જરૂર રેહશે, જેમાં અન્ય સ્રોતમાંથી તમારી તમામ આવકની વિગતો, ( પરંતુ વિશેષ દરે વસૂલવામાં આવતી નથી ), કપાત કલમ 57 હેઠળ અને ઘોડાદોડ સાથે સંકળાયેલી આવક.
3.7અનુસૂચિ ચાલુ વર્ષની ખોટ નું સમાયોજન(CYLA)
અનુસૂચિ વર્તમાન વર્ષની ખોટ નું સમાયોજન(CYLA) માં, તમે વર્તમાન વર્ષના નુકસાનની નિર્ધારિત કર્યા પછી આવકની વિગતો જોઈ શકશો. આમાંથી શેષ ખોટને ભવિષ્યના વર્ષો સુધી આગળ ધપાવવા માટે અનુસૂચિ CFL ની મંજૂરી લેવામાં આવે છે.
3.8અનુસૂચિ અનુસૂચિ માં આગળ નુકસાન સમાયોજન લાવવામાં આવ્યું (BFLA)
અનુસૂચિમાં આગળ નુકસાન સમાયોજન (BFLA) લાવવામાં આવેલ, તમે અગાઉના વર્ષોની આગળની ખોટને સેટ કર્યા પછી આવકની વિગતો જોઈ શકો છો.
3.9અનુસૂચિ અનુસૂચિ આગળ ખોટને લઇ જવું (CFL)
અનુસૂચિ આગળ ખોટને લઇ જવું (CFL) તમે ભવિષ્યના વર્ષો સુધી આગળ લઇ ગયેલા નુકસાનની વિગતો જોઈ શકો છો.
3.10 અનુસૂચિ VI-A
અનુસૂચિ VI-A માં, તમારે આવક વેરા કાયદાની નીચે ઉલ્લેખિત કલમ 80- ભાગ B, C, CA, અને D ( નીચે આપેલ મુજબ પેટા વિભાગો ) હેઠળ દાવો કરવા માટે કોઈપણ કપાતના ઉમેરા અને ચકાસણી કરવાની રેહશે.
નોંધ: કૃપા કરીને નોંધ કરો કે 1 લી એપ્રિલ 2020 થી 31 જુલાઈ 2020ના સમયગાળા માટે રોકાણ / ડિપોઝિટ / ચુકવણીના સંદર્ભમાં કપાતનો દાવો ફરીથી કરી શકાતો નથી, જો પહેલાથી જ AY 20 - 21માં દાવો કરવામાં આવ્યો હોય તો.
3.11 અનુસૂચિ 80G અને અનુસૂચિ80GGA
અનુસૂચિ 80 G અને 80અનુસૂચિ GGAમાં તમારે કલમ 80 G અને કલમ 80GGA હેઠળ કપાત માટે હકદાર દાનની વિગતો પ્રદાન કરવાની રેહશે.
3.12 અનુસૂચિ AMT
અનુસૂચિ AMT માં, તમારે કલમ 115હેઠળ ચૂકવણીપાત્ર વૈકલ્પિક લઘુત્તમ કરની ગણતરીની પુષ્ટિ કરવાની રેહશે
3.13 અનુસૂચિ AMTC
અનુસૂચિ AMTC માં, તમારે કલમ 115 JD હેઠળ જમા-કર ની વિગતો ઉમેરવાની રેહશે
3.14 અનુસૂચિ SPI
અનુસૂચિ SPI માં, તમારે કલમ 64 પ્રમાણે તમારે કોઈ ચોક્કસ વ્યક્તિની આવક ( દા. ત. જીવનસાથી, સગીર બાળક ) ઉમેરવાની જરૂર રેહશે જે સમાવિષ્ટ છે અથવા તમારી આવક સાથે જોડાયેલ છે.
3.15 અનુસૂચિ SI
અનુસૂચિ SI, તમે ખાસ દરે કર વસૂલવા માટે જે આવક વસૂલવામાં આવે છે તે જોઈ શકશો. વિવિધ પ્રકારની આવક હેઠળની રકમ સંબંધિત અનુસૂચિ એટલે કે, અનુસૂચિ OS , અનુસૂચિ BFLA માં આપવામાં આવતી રકમમાંથી લેવામાં આવે છે.
3.16 અનુસૂચિ કરમુક્ત આવક (EI)
અનુસૂચિ કરમુક્ત આવક (EI) માં તમારે તમારી કરમુક્ત આવકની વિગતો પ્રદાન કરવાની રેહશે જેમકે, કુલ આવકમાં શામેલ ન થાય તે આવક અથવા કર વસૂલવામાં ના આવે તે આવક. આ અનુસૂચિમાં શામેલ આવકોમાં વ્યાજ, ડિવિડન્ડ, કૃષિ આવક, અન્ય કોઈપણ કરમુક્ત આવક, DTAA. દ્વારા કર વસૂલવા ના આવે અને આવકમાંથી પાસ થ્રુનો સમાવેશ થાય છે જે માટે કર વસૂલવામાં આવતી નથી.
3.17 અનુસૂચિ પાસ થ્રુ આવક (PTI)
અનુસૂચિ પાસ થ્રુ આવક (PTI) માં , તમારે કલમ 115UA એ અથવા કલમ 115UB માં ઉલ્લેખિત બિઝનેસ ટ્રસ્ટ અથવા રોકાણ ફંડમાંથી પ્રાપ્ત આવકમાંથી પસાર થવાની વિગતો પ્રદાન કરવાની રેહશે.
3.18 અનુસૂચિ વિદેશી સ્ત્રોત આવક (FSI)
અનુસૂચિ વિદેશી સ્ત્રોત આવક (FSI) માં ,તમારે આવકની વિગતોની જાણ કરવાની રેહશે, જે ભારતની બહારના કોઈપણ સ્રોતમાંથી ઉપાર્જન અથવા ઉત્પન્ન થાય છે. આ અનુસૂચિ ફક્ત રહેવાસીઓ માટે ઉપલબ્ધ છે.
3.19 અનુસૂચિ TR
અનુસૂચિ TR માં , તમારે દરેક દેશના સંદર્ભમાં ભારતની બહાર ચુકવેલ વેરા માટે ભારતમાં કર રાહતનો સારાંશ આપવાની જરૂર છે. આ અનુસૂચિ, FSI.માં સુનિશ્ચિત વિગતવાર માહિતીનો સારાંશ મેળવે છે.
3.20 અનુસૂચિ FA
અનુસૂચિ FA માં, તમારે ભારતની બહારના કોઈપણ સ્રોતમાંથી વિદેશી સંપત્તિ અથવા આવકની વિગતો પ્રદાન કરવાની જરૂર છે. જો તમે સામાન્ય રીતે નિવાસી અથવા બિન-નિવાસી ન હોવ તો આ અનુસૂચિ ભરવાની જરૂર નથી.
3.21 અનુસૂચિ 5A
અનુસૂચિ 5A માં, જો તમે પોર્ટુગીઝ સિવિલ કોડ 1860હેઠળ મિલકતની વ્યવસ્થા દ્વારા સંચાલિત હોવ તો તમારે પતિ અને પત્ની વચ્ચેની આવકની વહેંચણી માટે જરૂરી માહિતી પ્રદાન કરવાની જરૂર છે.
3.22 અનુસૂચિ AL
જો તમારી કુલ આવક ₹50 લાખથી વધુ છે, તો આવી સંપત્તિના સંબંધમાં કરવામાં આવેલી જવાબદારીઓ સાથે અનુસૂચિ AL માં જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો જાહેર કરવી ફરજિયાત છે. જો તમે બિન-નિવાસી અથવા નિવાસી પરંતુ સામાન્ય રીતે રહેવાસી નહીં, તો ફક્ત ભારતમાં સ્થિત સંપત્તિની વિગતોનો ઉલ્લેખ કરવો પડશે.
3.23ભાગ B – કુલ આવક (TI)
ભાગ B – કુલ આવક (TI) વિભાગમાં, તમે ફોર્મમાં ભરેલા બધી અનુસૂચિમાંથી સ્વ-વસ્તી આવકની કુલ આવકની તમારી ગણતરી જોઈ શકશો.
3.24 ચુકવેલ કર
ચુકવેલ કર વિભાગ માં, તમારે તમારા દ્વારા પાછલા નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલી કર વિગતોની ચકાસણી કરવાની જરૂર છે. કર વિગતોમાં પગાર માંથી TDS / પગાર સિવાય અન્ય આવક માંથી TDS / TCS, એડવાન્સ કર અને સ્વ-આકારણી કર સિવાયની આવકમાંથી TDS નો સમાવેશ થાય છે.
3.25 ભાગ B-TTI
ભાગ B-TTI વિભાગમાં, તમે કુલ આવક પર કુલ આવક વેરા જવાબદારીની એકંદર ગણતરી જોઈ શકશો.
વધુ વિગતો માટે, AY 2021-22માટે CBDT દ્વારા જારી કરાયેલ ITI ને ફાઈલ કરવા માટેની સૂચનાઓ નો સંદર્ભ લો.
4. ITR- 2 ne એક્સેસ અને સબમિટ કેવી રીતે કરવું ?
તમે નીચે આપેલ પદ્ધતિઓ દ્વારા તમારું ITI ફાઇલ કરી શકો છો અને સબમિટ કરી શકો છો:
- ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા - ઓનલાઇન મોડ
- ઓફલાઇન મોડ- ઉપયોગીતા દ્વારા ઑફલાઇન મોડ
વધુ શીખવા માટે તમે ઓફલાઈન ઉપયોગીતા (ITR ) વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લઈ શકો છો.
ઓનલાઈન મોડ દ્વારા ITR ફાઈલ કરવા અને સબમિટ કરવા માટે નીચેના પગલાં અનુસરો:
પગલું 1: તમારા વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ પર ક્લિક કરો >આવક વેરા રીટર્ન> આવકવેરા રીટર્ન ફાઈલ કરો
પગલું 3 : 2021-22તરીકે મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને ચાલુ રાખવા પર ક્લિક કરો.
પગલું 4: ફાઇલ કરવાની રીત ઓનલાઈન પસંદ કરો અને આગળ વધવા માટે ક્લિક કરો.
નોંધ: જો તમે આવક વેરા રીટર્ન પહેલેથી જ ભર્યું છે અને સબમીશન માટે તે બાકી છે, તો રિઝ્યુમ ફાઈલિંગ પર ક્લિક કરો. જો તમે સેવ કરેલ રીટર્ન કાઢી નાખવા અને પાછા રીટર્ન શરૂ કરવા માંગતા હો તો નવી ફાઈલિંગ શરૂ કરો.
પગલું 5 : તમને લાગુ પડતી સ્થિતિ પસંદ કરો અને આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: તમારી પાસે આવક વેરા રીટર્નનો પ્રકાર પસંદ કરવા માટે બે વિકલ્પો છે:
- જો તમે ચોક્કસ નથી કે ફાઈલ કરવા માટે કયા ITR પસંદ કરવા, તો તમે કયા ITR ફોર્મ પસંદ કરવા તે માટે હેલ્પ મી પસંદ કરો આગળ વધો પર ક્લિક કરો. એકવાર સિસ્ટમ તમને સાચા ITR નક્કી કરવામાં મદદ કરે, પછી તમે તમારા ITR ફાઈલિંગ સાથે આગળ વધી શકો છો.
- જો તમે ચોક્કસ હોવ કે ફાઈલ કરવા માટે કયા ITR છે, તો મને ખબર છે કે મારે કયા ITR ફોર્મ ફાઈલ કરવાં ડ્રોપડાઉનમાંથી લાગુ આવકવેરા નું રીટર્ન પસંદ કરો અને ITR સાથે આગળ વધવા પર ક્લિક કરો.
નોંધ:
- જો તમને ખબર નથી કે ITR અથવા અનુસૂચી તમને લાગુ પડે છે અથવા આવક અને કપાતની વિગતો માટે, તો પ્રશ્નોના સેટના જવાબમાં તમારા જવાબો તમને તે જ નક્કી કરવામાં માર્ગદર્શન આપશે અને ITRને યોગ્ય / ભૂલ મુક્ત ફાઈલિંગ કરવામાં તમને મદદ કરશે.
- જો તમે તમારા આવક અને કપાતની વિગતો પર લાગુ ITR. અથવા અનુસૂચીથી વાકેફ છો, તો તમે તે પ્રશ્નો કેન્સલ કરી શકો છો.
- વધુ શીખવા માટે AY 2021-22 વપરાશકર્તા પુસ્તિકા માટે વિઝાર્ડ આધારિત ITR નો સંદર્ભ લો.
પગલું 7: એકવાર તમે તમારા પર લાગુ ITR પસંદ કર્યો છે, જરૂરી દસ્તાવેજોની સૂચિ નોંધો અને ચાલો પ્રારંભ કરીએ પર ક્લિક કરો
પગલું 8: તમારા પૂર્વ - ભરવામાં આવેલા માહિતીની સમીક્ષા કરો અને જો જરૂરી હોય તો તેને એડીટ કરો. બાકીનો / વધારાનો ડેટા એન્ટર કરો ( જો જરૂરી હોય તો). દરેક વિભાગના અંતે કન્ફર્મ કરો પર ક્લિક કરો.
પગલું 9: તમારી આવક અને કપાતની વિગતો અલગ અલગ વિભાગમાં એન્ટર કરો. ફોર્મના તમામ વિભાગો પૂર્ણ કર્યા પછી અને પુષ્ટિ કર્યા પછી, આગળ વધવા પર ક્લિક કરો.
પગલું 9a: જો ત્યાં કરની જવાબદારી હોય તો
તમને તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે તમારી કર ગણતરીનો સારાંશ બતાવવામાં આવશે. જો ગણતરી પર આધારિત કર જવાબદારી ચૂકવવાપાત્ર હોય, તો તમને હમણાં ચૂકવો અને પછીથી ચૂકવો જેવા વિકલ્પો પેજ ના નીચે બાજુ મળશે .
નોંધ:
- હમણાં ચુકવો વિકલ્પ. નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે BSR કોડ અને ચલણ સીરીયલ નંબર ની કાળજીપૂર્વક નોંધ લો અને ચુકવણીની વિગતોમાં તેમને એન્ટર કરો.
- જો તમે પછી ચૂકવો પસંદ કરો છો, તો તમે તમારા આવકવેરા રીટર્ન ફાઈલ કર્યા પછી ચુકવણી કરી શકો છો, પરંતુ ડિફોલ્ટમાં આકારણી તરીકે માનવામાં જોખમ જેવું છે, અને ચૂકવવાપાત્ર કર પર વ્યાજ ચૂકવવાની જવાબદારી ઊભી થઈ શકે છે.
પગલું 9 b: જો કોઈ કર જવાબદારી નથી ( કોઈ માંગ / રિફંડ નથી ) અથવા જો તમે રિફંડ માટે પાત્ર છો
કર ભર્યા પછી, પૂર્વાવલોકન રિટર્ન પર ક્લિક કરો. જો કોઈ કરની જવાબદારી ચૂકવવાપાત્ર નથી, અથવા જો કર ગણતરી પર આધારિત રિફંડ હોય, તો તમને પૂર્વાવલોકન પેજ પર લાવવામાં આવશે અને તમારું રીટર્ન સબમિટ કરવામાં આવશે.
પગલું 10: તમારું પૂર્વાવલોકન અને સબમિટ રિટર્ન પેજ પર, જગ્યા એન્ટર કરો, ઘોષણા ચેકબોક્સ પસંદ કરો અને માન્યતા પર આગળ વધવા ક્લિક કરો
નોંધ: જો તમે તમારા રીટર્ન ની કર રીટર્ન તૈયાર કરવા અથવા TRP શામેલ ન હોય, તો તમે TRP સંબંધિત ટેક્ષ્ટબોક્ષો ખાલીથી છોડી શકો છો.
પગલું 11: એકવાર માન્ય કર્યા પછી, તમારા પૂર્વાવલોકન અને રીટર્ન સબમિટ કરોના પેજ પર. ચકાસણી માટે આગળ વધવા માટે ક્લિક કરો.
નોંધ: જો તમને તમારા રીટર્નમાં ભૂલોની સૂચિ બતાવવામાં આવે છે, તો તમારે ભૂલો સુધારવા માટે ફોર્મ પર પાછા જવું પડશે. જો કોઈ ભૂલો ના હોય, તો તમે ચકાસણી માટે આગળ વધવા પર ક્લિક કરીને ઇ – ચકાસણી પર આગળ વધી શકો છો
પગલું 12: તમારા ચકાસણી પેજ પર, તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
તમારું રીટર્ન ચકાસવું ફરજિયાત છે, અને ઈ - ચકાસણી ( હમણાં જ ભલામણ કરેલ વિકલ્પ - ઈ - ચકાસણી ) એ તમારા ITR ને ચકાસવાનો સૌથી સહેલો રસ્તો છે - તે ઝડપી, કાગળ વગરનો અને સહી કરેલ ભૌતિક ITR-V પોસ્ટ દ્વારા CPC પર મોકલવા કરતાં સુરક્ષિત છે.
નોંધ: જો તમે પછીથી ઇ - ચકાસણી પસંદ કરો છો, તો તમે તમારું રિટર્ન સબમિટ કરી શકો છો, જો કે, તમારે તમારા ITR ફાઈલ કર્યાના 120 દિવસની અંદર તમારું રિટર્ન ચકાસવાની જરૂર રહેશે.
પગલું13: ઈ - ચકાસણી પેજ પર, તમે જે વિકલ્પ દ્વારા રીટર્નની ચકાસણી કરવા ઈચ્છો છો તે પસંદ કરો અને ચાલુ રાખવા પર ક્લિક કરો.
નોંધ:
- વધુ શીખવા માટે, ઈ – ચકાસણી કેવી રીતે કરવી તે માટે વપરાશકર્તા પુસ્તિકા નો સંદર્ભ લો.
- જો તમે ITR-V દ્વારા ચકાસણી પસંદ કરો છો, તો તમારે તમારા ITR-V ની સહી કરેલ ભૌતિક નકલ કેન્દ્રિય પ્રોસેસિંગ કેન્દ્ર, આવકવેરા વિભાગ, બેંગલુરુ 560500માં 120 દિવસની અંદર સામાન્ય / સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રેહશે.
- કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા બેંક ખાતાને પૂર્વ - માન્ય કર્રાવ્યું હોય જેથી બાકીનું કોઈપણ રિફંડ તમારા બેંક ખાતામાં જમા થઈ શકે.
- વધુ શીખવા માટે મારું બેંક ખાતું વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.
એકવાર તમે તમારા રીટર્નની ચકાસણી કરી, પછી ટ્રાંઝેક્શન ID અને સ્વીકૃતિ નંબર સાથે સફળતા મેસેજ પ્રદર્શિત થાય છે. તમને તમારા ઈ - ફાઇલિંગ પોર્ટલ પર રજીસ્ટર મોબાઈલ નંબર અને નોંધાયેલ ઈ-મેઈલ ID પર એક પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.