Do not have an account?
Already have an account?

કલમ 12A હેઠળ ફોર્મ 10A માટે માફીની વિનંતી સંબંધિત

કલમ 12A હેઠળ ફોર્મ 10A માટે માફીની વિનંતી સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. શું હું ફોર્મ 10A માટે માફીની વિનંતી ઓફલાઈન માધ્યમથી દાખલ કરી શકું?

ના, ફોર્મ 10A માટે માફીની વિનંતી ઓફલાઈન માધ્યમથી ફાઈલ કરી શકાતી નથી, માત્ર ઓનલાઈન માધ્યમનો વિકલ્પ જ ઉપલબ્ધ છે.

2. શું માફીની વિનંતી ફાઈલ કરતી વખતે કોઈ ફરજિયાત જોડાણ જરૂરી છે?

જો કરદાતા ક્રમાંક 2(f) પરના પ્રશ્ન “શું ફોર્મ પહેલેથી ફાઈલ કરેલ છે?”ના પ્રતિભાવમાં “હા” પસંદ કરે, તો ફાઈલ કરેલ ફોર્મનું PDF અપલોડિંગ ફરજિયાત છે.

3. કરદાતા ફાઈલ કરેલ માફીની વિનંતી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરી શકે છે?

જે કરદાતાએ માફીની વિનંતી ફાઈલ કરેલ છે, તેઓ ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ નેવિગેટ કરી શકે છે: ડેશબોર્ડ --> સેવાઓ --> માફીની વિનંતી --> વૈધાનિક ફોર્મ માટેની અરજી --> વધારેલ માફીની વિનંતી સામે વિગત જુઓ બટન --> ફોર્મ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

4. કરદાતા માફીની વિનંતી માટેની મંજૂરી અથવા તેની માટેના અસ્વીકાર આદેશને કેવી રીતે જોઈ શકે છે?

કરદાતા નીચે મુજબના માર્ગ દ્વારા મંજૂરી/અસ્વીકાર આદેશ એક્સેસ કરી શકે છે:
ડેશબોર્ડ --> સેવાઓ --> માફીની વિનંતી --> વૈધાનિક ફોર્મ માટેની અરજી --> મંજૂર/અસ્વીકાર કરાયેલ માફીની વિનંતી સામે નોંધમાં ઉલ્લેખિત “અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો --> તમારી માહિતી માટે --> સમાપન આદેશ ડાઉનલોડ બટન.

5. શું કરદાતા માફીની વિનંતીની બહુવિધ અરજીઓ દાખલ કરી શકે છે?

હા, કરદાતા વિવિધ આકારણી વર્ષ (AY) અને કલમ કોડ સંયોજન માટે બહુવિધ માફીની વિનંતી માટેની અરજી દાખલ કરી શકે છે.

6. માફીની વિનંતી મંજૂર થયા પછી ફોર્મ 10A કેવી રીતે ફાઈલ કરવું?

માફી અરજી સામે મંજૂરી પ્રાપ્ત થયા પછી, કરદાતાએ ફોર્મ 10A ફાઈલ કરવા માટે નીચે દર્શાવેલ પગલાં અનુસરવા જરૂરી છે:
 
ડેશબોર્ડ --> આવકવેરા ફોર્મ --> આવકવેરા ફોર્મ દાખલ કરો પર જાઓ -->
આવકવેરા અધિનિયમ 1961 પ્રમાણેના ફોર્મ --> ફોર્મ 10A --> હવે દાખલ કરો
 
તમે ફોર્મ 10A ની લેન્ડિંગ સ્ક્રીન પર નેવિગેટ કરશો:
 
ક) ફાઈલિંગનો પ્રકાર “માફી” તરીકે અને માફીનો પ્રકાર “પહેલેથી મંજૂર થયેલ માફી” તરીકે પસંદ કરો
ખ) “DIN નંબર મેળવો” બટન પર ક્લિક કરો
ગ) મંજૂર થયેલ માફી અરજીના DIN નંબર DIN નંબર ડ્રોપ-ડાઉનમાં પ્રદર્શિત થશે.
ઘ) DIN નંબર પસંદ કર્યા પછી, મંજૂર થયેલ માફી DIN નંબર સામે માફી વર્ષ પહેલાથી ભરેલ હશે. તમે ફોર્મ 10A ફાઈલ કરવા માટે આગળ વધી શકો છો.
 
નોંધ: મંજૂર થયેલ માફીની વિનંતી સાથે જોડાયેલા DINનો ઉપયોગ કરીને એકવાર ફોર્મ 10A ફાઈલ કરેલ હોય, તો ફોર્મ 10Aના પાછા ખેંચવાના કિસ્સા સિવાય તે જ DINનો ઉપયોગ કરીને તેને ફરીથી ફાઈલ કરી શકાશે નહીં.
 
કૃપા કરીને નીચે દર્શાવેલ સ્ક્રીનશોટનો સંદર્ભ લો:

Data responsive

શબ્દકોષ

 

ટૂંકાક્ષર / સંક્ષિપ્ત નામવર્ણન/સંપૂર્ણ નામ
AOઆકારણી અધિકારી
AYઆકારણી વર્ષ
CAચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
CPCકેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર
EVCઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ