Do not have an account?
Already have an account?

ફોર્મ 34BC

ફોર્મ 34 BC વારંવાર પૂછાતા પ્રશ્ન

1. 'વિવાદ નિવારણ સમિતિ' શું છે?

વિવાદ નિવારણ સમિતિ (આગળ આઇટી એક્ટ હેઠળ 'DRC' તરીકે ઓળખાશે) એ ઇનકમ-ટેક્સ રૂલ્સ, 1962 ના નિયમ 44DAA સાથે વંચાતા ઇનકમ-ટેક્સ એક્ટ, 1961 ની કલમ 245MA ની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિ છે. CIT (અપીલ) સમક્ષ પેન્ડિંગ અથવા હજુ ફાઇલ કરવાના બાકી હોય તેવા કેસો માટે DRC એ નિયમિત અપીલ કાર્યવાહીનો એક વૈકલ્પિક વિકલ્પ છે.

2. DRC નો સંપર્ક કોણ કરી શકે છે?

ઇનકમ ટેક્સ રૂલ્સ, 1962 ના નિયમ 44DAD સાથે વંચાતા ઇનકમ ટેક્સ એક્ટ (આવકેવરા અધિનિયમ ),1961 ની કલમ 245MA(5) અનુસાર, ઇનકમ ટેક્સ એક્ટ,(આવકવેરા નિયમ) 1961 માં 'નિર્દિષ્ટ વ્યક્તિ' તરીકે વ્યાખ્યાયિત કરદાતા ફોર્મ 34BC ફાઇલ કરીને DRC નો સંપર્ક કરી શકે છે.

3. 'નિર્દિષ્ટ વ્યક્તિ' કોણ છે જે વિવાદ નિવારણ યોજના (આગળ 'e-DRS' તરીકે ઓળખાશે)નો લાભ લઈ શકે છે.

(I) 'નિર્દિષ્ટ વ્યક્તિ' નો અર્થ એ છે કે જે વ્યક્તિ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 245MA(5)ની સાથે વાંચેલ આવકવેરા નિયમ, 1962ના નિયમ 44 મુજબ ઉલ્લેખિત શરતોને પૂર્ણ કરે છે, જે નીચે મુજબ છે:

  1. તે એવી વ્યક્તિ ન હોવી જોઈએ કે જેની સામે કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ, 1974 હેઠળ અટકાયતનો આદેશ જારી કરવામાં આવ્યો હોય.

પરંતુ શરત એ છે કે ——

(i) અટકાયતનો આવો આદેશ, કે જેને સદર એક્ટની કલમ-9 અથવા કલમ-12A ની જોગવાઈઓ લાગુ પડતી નથી, તે સદર એક્ટની કલમ-8 હેઠળ એડવાઇઝરી બોર્ડના અહેવાલ પર અથવા એડવાઇઝરી બોર્ડનો અહેવાલ મળતા પહેલા રદ કરવામાં આવ્યો હોય; અથવા

(ii) અટકાયતનો આવો આદેશ, કે જેને સદર એક્ટની કલમ-9 ની જોગવાઈઓ લાગુ પડે છે, તે કલમ-9 ના પેટા-કલમ (3) હેઠળની સમીક્ષા માટેના સમયની સમાપ્તિ પહેલા અથવા તેના આધારે, અથવા સદર એક્ટની કલમ-9 ના પેટા-કલમ (2) સાથે વંચાતી કલમ-8 હેઠળ એડવાઇઝરી બોર્ડના અહેવાલ પર રદ કરવામાં આવ્યો ન હોય; અથવા

(iii) અટકાયતનો આવો આદેશ, કે જેને સદર એક્ટની કલમ-12A ની જોગવાઈઓ લાગ પડે છે, તે સદર સેક્શનની પેટા-કલમ (3) હેઠળની પ્રથમ સમીક્ષા માટેના સમયની સમાપ્તિ પહેલા અથવા તેના આધારે, અથવા સદર એક્ટની કલમ-12A ના પેટા-કલમ (6) સાથે વંચાતી કલમ-8 હેઠળ એડવાઇઝરી બોર્ડના અહેવાલના આધારે રદ કરવામાં આવ્યો ન હોય; અથવા

(iv) અટકાયતનો આવો આદેશ સક્ષમ અધિકારક્ષેત્ર ધરાવતી અદાલત દ્વારા રદ કરવામાં આવ્યો ન હોય;

  1. તે એવી વ્યક્તિ નથી કે જેના પર નીચેના અધિનિયમ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય અને તેને સજાપાત્ર ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલ હોય:
  • ઇન્ડિયન પીનલ કોડ, (1860 નો 45)
  • અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 (1967 નો 37)
  • નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 (1985 નો 61)
  • પ્રોહિબિશન ઓફ બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ, 1988 (1988 નો 45)
  • પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 (1988 નો 49) અથવા
  • પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (2003 નો 15)
  1. તે એવી વ્યક્તિ ન હોવી જોઈએ કે જેની સામે (આવકવેરા અધિનિયમ) ઇનકમ-ટેક્સ સત્તાધિકારી દ્વારા આ એક્ટની જોગવાઈઓ અથવા ઇન્ડિયન પીનલ કોડ (1860 નો 45) હેઠળ શિક્ષાપાત્ર કોઈપણ ગુના માટે અથવા તે સમયે અમલમાં રહેલા કોઈપણ કાયદા હેઠળ કોઈ દીવાની જવાબદારી લાગુ કરવાના હેતુથી ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય, અથવા આવી વ્યક્તિને ઇનકમ-ટેક્સ સત્તાધિકારી દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીના પરિણામે આવા કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવી હોય.
  1. તે એવી વ્યક્તિ ન હોવી જોઈએ કે જેને (આવકવેરા અધિનિયમ) ઇનકમ-ટેક્સ સત્તાધિકારી દ્વારા શરૂ કરાયેલી ફોજદારી કાર્યવાહીના પરિણામે આવા કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવી હોય;
  1. તે સ્પેશિયલ કોર્ટ (ટ્રાયલ ઓફ ઓફેન્સિસ રિલેટિંગ ટુ ટ્રાન્ઝેક્શન્સ ઇન સિક્યોરિટીઝ) એક્ટ, 1992 (1992 નો 27) ની કલમ 3 હેઠળ અધિસૂચિત થયેલી વ્યક્તિ ન હોવી જોઈએ;
  1. તે એવી વ્યક્તિ ન હોવી જોઈએ કે જેની સામે ઇનકમ ટેક્સ રૂલ્સ, 1962 ના નિયમ 44DAD અનુસાર જે આકારણી વર્ષ માટે વિવાદનું નિવારણ માંગવામાં આવ્યું છે, તે વર્ષ માટે બ્લેક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઇનકમ એન્ડ એસેટ્સ) એન્ડ ઇમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય

(II) આવી અન્ય શરતો, જે નિર્ધારિત કરવામાં આવે તે મુજબ.

4. નિર્દિષ્ટ આદેશો સામે DRC સમક્ષ અરજી ફાઇલ કરવા માટેની શરતો શું છે?

કરદાતાઓ ફોર્મ 34BC ફાઇલ કરીને નિર્દિષ્ટ આદેશો સામે DRC નો સંપર્ક માત્ર ત્યારે જ કરી શકે છે જ્યારે નીચેની શરતો સંતોષાતી હોય:

  1. આવા આદેશમાં પ્રસ્તાવિત અથવા કરાયેલા ફેરફારો/વધારાઓ ની કુલ રકમ રૂ. 10 લાખથી વધુ ન હોવી જોઈએ;
  2. આવા આદેશને સંબંધિત આકારણી વર્ષ માટે કરદાતા દ્વારા રિટર્ન સબમિટ કરવામાં આવ્યું હોય, અને તે રિટર્ન મુજબની કુલ આવક રૂ. 50 લાખથી વધુ ન હોવી જોઈએ; અને
  3. આ આદેશ કલમ 132 હેઠળ શરૂ કરાયેલ શોધ પર, કલમ 132A હેઠળ માંગણી પર, કલમ 133A હેઠળ સર્વેક્ષણ પર આધારિત નથી, અથવા
  4. આ આદેશ કલમ 90 કે કલમ 90A માં ઉલ્લેખિત કરાર હેઠળ મેળવેલી માહિતી પર આધારિત ન હોવો જોઈએ.
  5. જ્યાં 10 લાખનો વધારો સ્ત્રોત પર ટેક્સ કાપવામાં અથવા એકત્રિત કરવામાં (TDS/TCS) કરવામાં આવેલી ચૂક સંબંધિત હોય, ત્યાં તે એવી રકમ ગણાશે કે જેના પર જે વ્યક્તિ દ્વારા TDS કાપવાનો અથવા એકત્રિત કરવાનો હતો તેના દ્વારા ટેક્સ કાપવામાં કે એકત્રિત કરવામાં આવ્યો નથી.

5. નિયમ 44DAD મુજબ એવા કયા 'નિર્દિષ્ટ આદેશ' છે કે જેની સામે કરદાતાઓ DRCનો સંપર્ક કરી શકે છે?

નીચેના આદેશો ('નિર્દિષ્ટ આદેશો') ના સંદર્ભમાં DRC માં અરજી ફાઇલ કરી શકાય છે.

  1. આકારણી આદેશો ને સંબંધિત

કરદાતા આકારણીને સંબંધિત નીચેના આદેશો સામે DRC નો સંપર્ક કરી શકે છે:

  1. કલમ 144C(1) માં ઉલ્લેખિત ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર;
  2. કલમ 143(1) હેઠળની ઇન્ટિમેશન (સૂચના), જ્યાં કરદાતા સદર આદેશમાં કરાયેલા એડજસ્ટમેન્ટ સામે વાંધો ઉઠાવે છે;
  3. વિવાદ નિવારણ પેનલ ના નિર્દેશોના અનુસંધાનમાં પસાર કરાયેલા આદેશ સિવાયનો, આકારણી અથવા પુનઃઆકારણી નો આદેશ; અથવા
  4. કલમ 154 હેઠળ કરાયેલો આદેશ કે જે આકારણીમાં વધારો કરવાની અથવા નુકસાન ઘટાડવાની અસર ધરાવતો હોય.
  1. TDS/TCS ની બાબતોને સંબંધિત

કરદાતા TDS/TCS ની બાબતોને સંબંધિત નીચેના આદેશો સામે DRC નો સંપર્ક કરી શકે છે:

કલમ 200A(1) હેઠળની ઇન્ટિમેશન (સૂચના), જ્યાં ટેક્સ કાપનાર વ્યક્તિ  સદર આદેશમાં કરાયેલા એડજસ્ટમેન્ટ સામે વાંધો ઉઠાવે છે;

2. કલમ 206CB(1) હેઠળની ઇન્ટિમેશન (સૂચના), જ્યાં ટેક્સ એકત્રિત કરનાર વ્યક્તિ સદર આદેશમાં કરાયેલા એડજસ્ટમેન્ટ સામે વાંધો ઉઠાવે છે;

3. કલમ 201 હેઠળ કરાયેલો આદેશ અથવા કલમ 206C(6A) હેઠળ કરાયેલો આદેશ

6. કરદાતાએ DRCનો સંપર્ક શા માટે કરવો જોઈએ?

CBDT ના નોટિફિકેશન નંબર S.O. 1642(E), તારીખ 05.04.2022 દ્વારા અધિસૂચિત યોજના અનુસાર, કરદાતાઓ ટેક્સની ચુકવણી કર્યા પછી ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ મેળવવા અને દંડમાં માફી/ઘટાડો મેળવવા માટે તેમજ અપીલના સમયસર નિકાલ માટે DRC નો સંપર્ક કરી શકે છે.

7. DRC ની સત્તાઓ શું છે?

e-DRS, 2022 ના ફકરા 5(1) માં DRC ની સત્તાઓ આપવામાં આવી છે જે નીચે મુજબ છે:

(1) વિવાદ નિવારણ સમિતિ પાસે નિયમ 44DAC માં આપેલી શરતો પૂરી કરવા પર દંડ માફ કરવાની અથવા એક્ટની ફોજદારી કાર્યવાહીની જોગવાઈઓમાંથી મુક્તિ આપવાની સત્તા રહેશે.

(2) વિવાદ નિવારણ સમિતિ સમક્ષની કોઈપણ કાર્યવાહીને ઇન્ડિયન પીનલ કોડ (1860 નો 45) ની કલમ 193 અને 228 અનુસાર અને કલમ 196 ના હેતુઓ માટે ન્યાયિક કાર્યવાહી માનવામાં આવશે અને પ્રત્યેક ઇનકમ-ટેક્સ સત્તાધિકારીને કલમ 195 ના હેતુઓ માટે સિવિલ કોર્ટ  માનવામાં આવશે, પરંતુ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, 1973 (1974 નો 2) ના પ્રકરણ XXVI ના હેતુઓ માટે નહીં.

(3) જો વિવાદ નિવારણ સમિતિના કોઈપણ આદેશને અમલમાં મૂકવામાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો તે પોતાની મેળે અથવા અરજી દ્વારા કરદાતાની વિનંતી પર અથવા આકારણી અધિકારીની વિનંતી પર (જે પ્રિન્સિપલ આવકવેરા આયુક્ત અથવા આવકવેરા આયુક્ત દ્વારા મોકલવામાં આવી હોય, જે લાગુ પડતું હોય તે મુજબ) આ મુશ્કેલીને દૂર કરી શકે છે, શરત માત્ર એટલી કે તે એક્ટની જોગવાઈઓથી અસંગત ન હોવી જોઈએ.

8. શું DRC કાર્યવાહી સમાપ્ત કરી શકે છે?

નીચેના કિસ્સાઓમાં, DRC કાર્યવાહી દરમિયાન કોઈપણ તબક્કે કાર્યવાહી સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શકે છે:

(i) કરદાતા કાર્યવાહી દરમિયાન સહકાર આપવામાં નિષ્ફળ જાય.

(ii) કરદાતા નોટિસના જવાબમાં કોઈ માહિતી સબમિટ કરવામાં અથવા પ્રતિભાવ આપવામાં નિષ્ફળ જાય.

(iii) સમિતિને ખાતરી થાય કે કરદાતાએ કાર્યવાહી સંબંધિત કોઈ ચોક્કસ મહત્વની સામગ્રી/માહિતી છુપાવી છે અથવા ખોટા પુરાવા આપ્યા છે.

(iv) કરદાતા યોજનાના ફકરા 4 ના પેટા ફકરા (1) ની કલમ xviii માં આવશ્યકતા મુજબ ડિમાન્ડની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય.

9. DRC સમક્ષ અરજી કેવી રીતે ફાઇલ કરવી?

નિર્દિષ્ટ આદેશમાં કોઈપણ ફેરફારથી ઉદ્ભવતા વિવાદના સંદર્ભમાં DRC માં ફોર્મ નંબર 34BC માં ઇલેક્ટ્રોનિક રીતે અરજી કરવાની રહેશે. ઇનકમ ટેક્સ રૂલ્સ, 1962 ના નિયમ 44DAB અનુસાર આવી અરજી સાથે રૂ. 1,000 ની ફી જોડવાની રહેશે. ફોર્મ 34BC ફાઇલ કરવાના સ્ટેપ્સ નીચે મુજબ છે:

સ્ટેપ 1:તમારા યુઝર ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ ઇન કરો.

સ્ટેપ 2: તમારા ડેસ્કબોર્ડ્સ, પર ઈ-ફાઈલિંગ > ઈન્કમ ટેક્સ ફોર્મ્સ > ફાઈલ ઈન્કમ ટેક્સ ફોર્મ્સ પર ક્લિક કરો.

સ્ટેપ 3:આવકવેરા ફોર્મ ફાઇલ કરો પેજ પર, 'આવકવેરા કાયદા 1961 મુજબ ફોર્મ’. ટેબ હેઠળ 'ફોર્મ 34BC' પસંદ કરો. વૈકલ્પિક રીતે, ફોર્મ શોધવા માટે સર્ચ બોક્સમાં 'ફોર્મ 34BC' દાખલ કરો.

સ્ટેપ 4: ફોર્મ 34BC પેજ પર, આકારણી વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

સ્ટેપ 5: ફોર્મ નંબર 34BC ભરો (લાગુ પડતું હોય તે મુજબ એટેચમેન્ટ પ્રદાન કરો) અને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ સ્વ-ઘોષણાપત્ર ભરો અને જરૂરી ફી ચૂકવો.

સ્ટેપ 6: પ્રિવ્યૂ સ્ક્રીન પર વિગતોની સમીક્ષા કરો અને ફોર્મને ઈ-ચકાસણી કરવા તરફ આગળ વધો અને તમામ વિગતો યોગ્ય રીતે ભરાઈ છે કે નહીં તે તપાસો.

સ્ટેપ 7: કરદાતા આધાર OTP, EVC અથવા DSC નો ઉપયોગ કરીને ફોર્મ નંબર 34BC ને ઈ-ચકાસણી કરશે.

સ્ટેપ 8: એટેચમેન્ટ્સ અને સ્વ-ઘોષણાપત્ર સાથે ફોર્મ નંબર 34BC સફળતાપૂર્વક ફાઇલ કર્યા પછી, અધિકારક્ષેત્ર ધરાવતા સત્તાધિકારી ઇ-કાર્યવાહી દ્વારા કરદાતા પાસેથી સંબંધિત દસ્તાવેજો મંગાવશે.

10. ફોર્મ 34BC કોણ ફાઇલ કરી શકે છે?

કોઈપણ કરદાતા જે નિર્દિષ્ટ શરતો પૂરી કરે છે (કૃપા કરીને ઉપરનો પ્રશ્ન નંબર 4 જુઓ), તે કોઈપણ નિર્દિષ્ટ આદેશના સંદર્ભમાં (કૃપા કરીને પ્રશ્ન નંબર 5 જુઓ) વિવાદ નિવારણ સમિતિને અરજી ફાઇલ કરી શકે છે.

11.ફોર્મ 34BC કઈ પદ્ધતિઓ દ્વારા ફાઇલ કરી શકાય છે?

ફોર્મ 34BC માત્ર ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઓનલાઇન જ ફાઇલ કરી શકાય છે.

12. ફોર્મ 34BC ને કેવી રીતે e-verify કરી શકાય છે?

કરદાતા આધાર OTP, EVC અથવા DSC નો ઉપયોગ કરીને ફોર્મ 34BC ને ઈ-ચકાસણી કરી શકે છે. વધુ જાણવા માટે તમે "ઈ-વેરિફાઈ કેવી રીતે કરવું" યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો.

13. DRC સમક્ષ ફોર્મ ફાઇલ કરવા માટેની અરજી ફી કેટલી છે?

ફોર્મ 34BC ફાઇલ કરવા માટે કરદાતાએ ઈ-પે ટેક્સ ફંક્શનલિટી દ્વારા અરજી ફી તરીકે રૂ. 1,000/- ની રકમ ચૂકવવી જરૂરી છે.

14. ફંક્શનલિટી દ્વારા અરજી ફી કેવી રીતે ચૂકવવી?

અરજી ફી ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઈ-પે ટેક્સ ફંક્શનલિટી દ્વારા નીચેનાનો ઉપયોગ કરીને ચૂકવવામાં આવશે:

  • PAN યુઝર માટે: ઈ-ફાઈલ ----->ઈ-પે ટેક્સ ----->લાગુ પડતો આવકવેરા અધિનિયમ પસંદ કરો --->આવકવેરા અધિનિયમ 1961----->નવું ચુકવણી ------->‘ફી/અન્ય ચુકવણી’ ટાઇલ -----> મુખ્ય શીર્ષક - ‘પરચૂરણ રસીદો (0075)’ -----> ગૌણ શીર્ષક - ‘અન્ય પરચૂરણ રસીદો (800)’ -----> ચુકવણીનો પેટા-પ્રકાર - "14-ધારા 245MA હેઠળ અરજી ફી (ફોર્મ 34BC)”
  • TAN યુઝર માટે: ઈ-ફાઈલ ---->ઈ-પે ટેક્સ ----->લાગુ પડતો આવકવેરા અધિનિયમ પસંદ કરો -------->આવકવેરા અધિનિયમ 1961------>નવી ચુકવણી ---------> 'પરચૂરણ રસીદો' ટાઇલ -----> મુખ્ય શીર્ષક - ‘પરચૂરણ રસીદો (0075)’ -----> ગૌણ શીર્ષક - ‘અન્ય પરચૂરણ રસીદો (800)’ -----> ચુકવણીનો પેટા-પ્રકાર - "14-ધારા 245MA હેઠળ અરજી ફી (ફોર્મ 34BC)”

15. શું ફોર્મ 34BC માટે કોઈ ફરજિયાત એટેચમેન્ટ (જોડાણ) ની જરૂર છે?

 હા, ફોર્મ 34BC માં ‘કરદાતા દ્વારા આધારભૂત માનવામાં આવેલા ‘દસ્તાવેજી પુરાવા’ ’ અને ‘અરજીના આધારો’ ફરજિયાતપણે જોડવા જરૂરી છે. આ ઉપરાંત, કરદાતાએ ફોર્મ 34BC ની સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે:

  • A.O દ્વારા કરાયેલા આદેશ/ઇન્ટિમેશનની નકલ / ડ્રાફ્ટ ઓર્ડર
  • ડિમાન્ડ નોટિસ, જો કોઈ હોય તો
  • અરજી ફી ચૂકવ્યાનો પુરાવો
  • જાહેર કરેલી આવક પર ચૂકવેલ કર ચુકવણીનો પુરાવો.
  • અરજીના આધારો

16. જો ફોર્મ 34BC સબમિટ કરતી વખતે અથવા જેવો ભૂલનો સંદેશ દર્શાવે, તો કરદાતાએ શું કરવું જોઈએ?

ફોર્મ 34BC ફાઇલ કરતા પહેલા "મારી પ્રોફાઇલ" હેઠળની પ્રોફાઇલ વિગતો જેવી કે "સંપર્ક વિગતો" (અથવા વ્યક્તિગત કરદાતા સિવાયના અન્ય કિસ્સામાં "મુખ્ય વ્યક્તિની વિગતો") અપડેટ કરવાની રહેશે અને તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ ફરજિયાત ફીલ્ડ્સ ભરેલા છે.

17. શું ફોર્મ 34BC માટે સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ છે?

ના, ફોર્મ 34BC એકવાર ફાઈલ કર્યા પછી તેમાં સુધારો કરી શકાતો નથી.

18. ફોર્મ 34BC ફાઇલ કર્યા પછી ફાઇલ કરેલા ફોર્મની વિગતો ક્યાંથી જોઈ/ડાઉનલોડ કરી શકાય છે?

ફાઇલ કરેલા ફોર્મ 34BC ની વિગતો ઈ-ફાઈલ ટેબ હેઠળ ----> આવકવેરા ફોર્મ્સ ----> ફાઇલ કરેલા ફોર્મ્સ જુઓ ----> આવકવેરા અધિનિયમ 1961 મુજબના ફોર્મ્સ -------> 34BC માં જોઈ/ડાઉનલોડ કરી શકાય છે.

19. શું ફોર્મ 34BC ફાઈલ કર્યા પછી કરદાતાને કોઈ સંદેશ મળશે?

હા, ફોર્મ 34BC સફળતાપૂર્વક ફાઇલ કર્યા પછી કરદાતાને SMS અને ઇ-મેઇલ દ્વારા સંદેશ મોકલવામાં આવશે.

20. જો કરદાતા ફાઇલ કરેલા ફોર્મની વિગતો જોવા માટે સક્ષમ ન હોય અથવા ફોર્મ 34BC ફાઇલ કરવા અંગે કોઈ સંદેશાવ્યવહાર ન મળે, તો તેમણે શું કરવું જોઈએ?

આવી કોઈપણ સમસ્યા માટે, સંબંધિત ARN રસીદ, સ્વીકૃતિ નંબર અથવા અન્ય કોઈપણ સંબંધિત એટેચમેન્ટ સાથે "ફરિયાદ" ટેબ હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે.

21. DRC સમક્ષ અરજી કરવાની સમય મર્યાદા શું છે?

(આવકવેરા વિભાગ)ઇનકમ ટેક્સ વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર નિયમોના નિયમ 44DAB માં ઉલ્લેખિત ફોર્મ નંબર 34BC માં e-DRS માટેની અરજી ફાઇલ કરવાની રહેશે:

  1. જે કિસ્સાઓમાં CIT (અપીલ) સમક્ષ અપીલ ફાઇલ કરવાની હજુ બાકી હોય, ત્યાં નિર્દિષ્ટ આદેશ મળ્યાની તારીખથી એક મહિનાની અંદર.
  2. જે કિસ્સાઓમાં અપીલ અગાઉથી જ ફાઇલ કરવામાં આવી હોય અને કમિશનર ઓફ ઇનકમ-ટેક્સ (અપીલ) સમક્ષ પેન્ડિંગ હોય, ત્યાં e-DRS માટેની અરજી ના રોજ અથવા તે પહેલાં ફાઇલ કરવાની રહેશે.30.09.2024.
  3. જે કિસ્સાઓમાં નિર્દિષ્ટ આદેશ 31.08.2024 ના રોજ અથવા તે પહેલાં પસાર કરવામાં આવ્યો હોય અને CIT (અપીલ) સમક્ષ આવા આદેશ સામે અપીલ ફાઇલ કરવાનો સમય પૂરો થયો ન હોય, ત્યાં વિવાદ નિવારણ માટેની અરજી 30.09.2024 ના રોજ અથવા તે પહેલાં ફાઇલ કરી શકાય છે

22. કરદાતાને કેવી રીતે ખબર પડશે કે ફોર્મ 34BC હેઠળની તેમની અરજી સ્વીકારવામાં આવી છે કે નકારવામાં આવી છે?

નિયુક્ત વિવાદ નિવારણ સમિતિ સમક્ષ ફોર્મ 34BC સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, કરદાતાને તેમના રજિસ્ટર્ડ ઇ-મેઇલ સરનામાં પર તેમજ ફોર્મ 34BC ના મુદ્દા નંબર 12 પર પસંદ કરેલા ઇ-મેઇલ પર અને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઇ-કાર્યવાહી હેઠળ સંદેશ પ્રાપ્ત થશે.

કરદાતાને નીચેની બાબતો માટે સંદેશ પ્રાપ્ત થશે:

  1. જો અરજી સબમિટ કર્યા પછી કોઈ ખામી જોવા મળે તો કરદાતાને ખામી દૂર કરવા માટે એક ખામી પત્ર જારી કરવામાં આવશે.
  1. અરજી સ્વીકારતો પત્ર.
  1. પ્રસ્તાવિત અસ્વીકારના કારણો દર્શાવીને, કરદાતાની અરજી શા માટે નકારી ન કાઢવી તે અંગેનું કારણ દર્શાવવા માટેનો પત્ર.

23. કરદાતા તેમની અરજીમાં રહેલી ખામીને કેવી રીતે દૂર કરશે?

કરદાતા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઇ-કાર્યવાહી હેઠળ જવાબ આપીને ખામી દૂર કરી શકે છે. કરદાતા 'પ્રતિસાદ સબમિટ' બટન દ્વારા DRC ને જરૂરી દસ્તાવેજો/માહિતી મોકલી શકે છે.

24. DRC દ્વારા અરજી નકારવામાં આવ્યા પછી 'પેન્ડિંગ અપીલ' નું શું થશે અથવા જો DRC પાસે આવતા પહેલા CIT (અપીલ) સમક્ષ કોઈ અપીલ ફાઇલ કરવામાં ન આવી હોય તો શું થશે?

  1. જો કરદાતાએ DRC નો સંપર્ક કરતા પહેલા CIT (અપીલ) સમક્ષ અગાઉથી જ અપીલ ફાઇલ કરી દીધી હોય, તો DRC દ્વારા ફોર્મ 34BC માં અરજીનો સ્વીકાર થયા પછી, પેન્ડિંગ અપીલની કાર્યવાહી સ્થગિત/સમાપ્ત થઈ જશે. જો DRC દ્વારા અરજી નકારવામાં આવે છે, તો કરદાતા CIT (અપીલ) સમક્ષ અગાઉથી ફાઇલ કરેલી તેમની અપીલને આગળ ધપાવી શકે છે;
  1. જો કરદાતાએ નિર્દિષ્ટ આદેશો સામે સીધો DRC નો સંપર્ક કર્યો હોય, તો DRC દ્વારા તેમની અપીલ નકારવામાં આવ્યા પછી, તેમણે CIT (અપીલ) સમક્ષ નવી અપીલ ફાઇલ કરવી પડશે.

25. DRC તરફથી તેમની અરજી સ્વીકારવામાં આવી છે તેવો સંદેશ મળ્યા પછી કરદાતાએ શું કરવું જોઈએ?

અરજી સ્વીકારવામાં આવી છે તેવો સંદેશ DRC તરફથી મળ્યાના 30 દિવસની અંદર, કરદાતાએ CIT (અપીલ) સમક્ષ ફાઇલ કરેલી અપીલ પાછી ખેંચી લેવાનો પુરાવો સબમિટ કરવો અથવા તેમના કેસમાં કોઈ અપીલની કાર્યવાહી પેન્ડિંગ નથી તેની જાણ કરવી જરૂરી છે.

26. એક્ટની કલમ 246A હેઠળ ફાઇલ કરેલી અપીલ પાછી ખેંચવાનો અથવા વિવાદ નિવારણ સમિતિ સમક્ષની અરજી પાછી ખેંચવાનો પુરાવો શું છે?

CIT (અપીલ) ને લખેલા વિનંતી પત્રની નકલ એ પૂરતો પુરાવો છે.

27. જો કરદાતાની અરજી DRC દ્વારા નકારવામાં આવે તો શું થાય?

DRC દ્વારા અરજી નકારવાના કિસ્સામાં, કરદાતા CIT (અપીલ) સમક્ષ અપીલ ફાઇલ કરી શકે છે અને આવી અપીલ ફાઇલ કરવા માટે ઉપલબ્ધ સમયગાળામાંથી DRC દ્વારા પ્રવેશ અંગે નિર્ણય લેવામાં લીધેલા સમયગાળાને બાકાત રાખવામાં આવશે. જો DRC માં અરજી ફાઇલ કરતા પહેલા CIT (અપીલ) સમક્ષ અપીલ અગાઉથી જ ફાઇલ કરવામાં આવી હતી, તો કરદાતા CIT (અપીલ) સમક્ષ તેમની પેન્ડિંગ અપીલને આગળ ધપાવી શકે છે.

28. DRC દ્વારા અરજી સ્વીકારવામાં આવે તેવા કિસ્સામાં, CIT (અપીલ) સમક્ષ ફાઇલ કરાયેલી મૂળ અપીલનું શું થશે?

DRC ની કાર્યવાહી પૂર્ણ થયા પછી, CIT (અપીલ) પેન્ડિંગ અપીલમાં 'પાછી ખેંચી લેવાને કારણે બરખાસ્ત' તરીકે આદેશ પસાર કરશે.

29. DRC સમક્ષની કાર્યવાહી કેવી રીતે આગળ વધશે?

કરદાતાને DRC તરફથી તમામ સંદેશાવ્યવહાર ઈ-ફાઇલિંગ પોર્ટલ પરના ઇ-કાર્યવાહી ટેબ દ્વારા અને તેમના રજિસ્ટર્ડ ઇ-મેઇલ ID પર તેમજ ફોર્મ 34BC ના મુદ્દા નંબર 12 માં તેમના દ્વારા દર્શાવવામાં આવેલા ઇ-મેઇલ ID પર પ્રાપ્ત થશે.

30. શું કરદાતા DRC ની કાર્યવાહી દરમિયાન વધારાના દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકે છે?

હા, તે DRC કાર્યવાહી દરમિયાન વધારાના દસ્તાવેજી પુરાવા પણ ફાઈલ કરી શકે છે.

31. શું કરદાતા DRC સમક્ષ વ્યક્તિગત સુનાવણી ની તક મેળવી શકે છે?

કોઈ વ્યક્તિગત સુનાવણી આપવામાં આવશે નહીં. કરદાતા માત્ર ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઇ-કાર્યવાહી દ્વારા જ પોતાનો જવાબ સબમિટ કરી શકે છે. પરંતુ તેઓ વીડિયો ટેલિફોની અથવા વીડિયો-કોન્ફરન્સિંગ સુવિધા દ્વારા સુનાવણી માટે વિનંતી કરી શકે છે. વીડિયો સુનાવણી Webex, Google Meet વગેરે દ્વારા હાથ ધરવામાં આવી શકે છે

32. શું DRC દ્વારા કાર્યવાહી પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા છે?

હા, DRC દ્વારા જે મહિનામાં અરજી સ્વીકારવામાં આવી હોય તે મહિનાના અંતથી છ મહિનાની અંદર DRC આદેશ પસાર કરશે [DRS, 2022 નો ફકરો 4(1)(xv)].

33. DRC દ્વારા કેવા પ્રકારના આદેશો પસાર કરવામાં આવે છે?

DRC ત્રણ પ્રકારના આદેશો પસાર કરી શકે છે. તે નીચે મુજબ છે:

(i) નિર્દિષ્ટ આદેશમાં સુધારા/ફેરફારો કરવા

(ii) નિયમ 44DAC અનુસાર દંડની માફી/ઘટાડો અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ અંગે નિર્ણય લેવો

(iii) નિર્દિષ્ટ આદેશમાં સુધારા/ફેરફારો ન કરવા

34. કરદાતાને કેવી રીતે ખબર પડશે કે વિવાદ નિવારણ સમિતિ સમક્ષની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે?

વિવાદ નિવારણ સમિતિ, કેસના આધારે, અરજીનો નિકાલ કરતા ઠરાવ/આદેશની નકલ કરદાતાના મેઇલ પર અને તેનો અમલ કરવા માટે અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસરને પણ મોકલશે. આ ઉપરાંત, ફાઇલ કરેલા ફોર્મ 34BC સામેનો આદેશ ઈ-ફાઇલિંગ એકાઉન્ટમાં લોગ ઇન કરીને, બાકી કાર્યવાહી -----> ઈ-કાર્યવાહી ---->તમારી માહિતી માટે ટેબ પર જઈને જોઈ શકાય છે.

35. DRC દ્વારા પસાર કરાયેલ આદેશ મળ્યા પછી અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસર દ્વારા અનુસરવાની પ્રક્રિયા.

અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસર (JAO) DRC ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને સુધારેલા આદેશની નકલ કરદાતાને ડિમાન્ડ નોટિસ સાથે મોકલશે/બજાવશે, જેમાં ચુકવણી કરવાની છેલ્લી તારીખ દર્શાવેલી હશે.

36. ડિમાન્ડની ચુકવણી કર્યા પછી કરદાતાએ શું કરવું પડશે??

કરદાતાએ ડિમાન્ડની ચુકવણીનો પુરાવો DRC ને અને અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસરને સબમિટ કરવાનો રહેશે. ડિમાન્ડની ચુકવણીની પુષ્ટિ મળ્યા પછી, DRC લેખિત આદેશ દ્વારા, ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ અને જો લાગુ પડતું હોય તો, દંડની માફી/ઘટાડો મંજૂર કરશે.

37. શું સુધારેલા આદેશ સામે અપીલ અથવા પુનરાવર્તન ની મંજૂરી છે?

DRCના ઠરાવના આદેશને અમલમાં મૂકવા માટે આકારણી અધિકારી દ્વારા પસાર કરાયેલા આદેશની વિરુદ્ધ કોઈ અપીલ અથવા પુનરાવર્તન કરવામાં આવશે નહીં.

38. જો કરદાતા DRC ના આદેશથી સંતુષ્ટ ન હોય, તો શું તેઓ પાછા CIT (અપીલ) પાસે જઈ શકે છે?

ના, DRC દ્વારા અરજી સ્વીકાર્યા પછી તે CIT (અપીલ) પર પાછો પરત જઈ શકશે નહીં.

39. શું કરદાતા તેમના વતી ફોર્મ 34BC ફાઇલ કરવા માટે કોઈ અધિકૃત પ્રતિનિધિ ને ઉમેરી શકે છે?

આવા કિસ્સામાં, ફેસલેસ પેનલ્ટી યુનિટ પાસે પેન્ડિંગ રહેલો દંડ અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસરને સ્થાનાંતરિત કરવામાં આવશે. દંડની કાર્યવાહી સ્થાનાંતરિત થયા પછી, અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસર દંડની માફી/ઘટાડો મંજૂર કરતા DRC ના આદેશને અમલમાં મૂકતો યોગ્ય આદેશ પસાર કરશે.

40. જો DRC દંડની માફી/ઘટાડો મંજૂર કરે તો શું થશે?

આવા કિસ્સામાં, ફેસલેસ પેનલ્ટી યુનિટ પાસે પેન્ડિંગ રહેલો દંડ અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસરને સ્થાનાંતરિત કરવામાં આવશે. દંડની કાર્યવાહી સ્થાનાંતરિત થયા પછી, અધિકારક્ષેત્ર ધરાવતા એસેસિંગ ઓફિસર દંડની માફી/ઘટાડો મંજૂર કરતા DRC ના આદેશને અમલમાં મૂકતો યોગ્ય આદેશ પસાર કરશે.