સામાન્ય રીતે ફોર્મ
સામાન્ય રીતે વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ફોર્મ 3CB-3CD સબમિટ કરતી વખતે, “UDIN” પેજ પ્રદર્શિત થાય છે. જોકે અમે કર હિસાબ તપાસણી રિપોર્ટ અપલોડિંગ કરતા પહેલાં યોગ્ય રીતે UDIN લઈ લીધું છે, છતાં હું UDIN વિગતો ઉમેરવામાં અસમર્થ છું. શું મારે તેના બદલે “મારી પાસે UDIN નથી / હું પછીથી અપડેટ કરીશ” પસંદ કરવું જોઈએ?
UDIN માટે મોટી સંખ્યામાં અપલોડ કરવાની સુવિધા માત્ર ફોર્મ 15CB માટે સક્ષમ કરેલ છે. આ વિશેષતા ટૂંક સમયમાં ચાલું કરવામાં આવશે. તમે હજુ પણ “મારી પાસે UDIN નથી / હું પછીથી અપડેટ કરીશ” પસંદ કરીને ફોર્મ ફાઈલ કરો કરી શકો છો. બધા ફોર્મ માટે UDIN સુવિધા ઉપલબ્ધ કરાવ્યા પછી, તમે પોર્ટલ પર તેને અપડેટ કરી શકો છો.
2. હું ફોર્મ 10B ફાઈલ કરીને સબમિટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જોકે સબમિટ કરતી વખતે, પેજ "ARN માટે અમાન્ય ફોર્મેટ" ભૂલ દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?
ફોર્મ 10B ફાઇલ કરતા પહેલા કૃપા કરીને "મારી પ્રોફાઇલ" વિભાગમાંથી તમારી પ્રોફાઇલ અપડેટ કરો અને ખાતરી કરો કે બધી ફરજિયાત વિગતો ભરેલી છે. તમારી પ્રોફાઇલની વિગતો અપડેટ કર્યા પછી, તમે ફરીથી લોગઈન કરી શકો છો અને ફરી પ્રયાસ કરી શકો છો.
3. મારે ફોર્મ 67 શા માટે સબમિટ કરવાની જરૂર છે?
જો તમે ભારતની બહાર કોઈ દેશ અથવા ઉલ્લેખિત પ્રદેશમાં ચૂકવવામાં આવેલા વિદેશી કરનો દાવો કરવા માંગતા હો, તો તમારે ફોર્મ 67 સબમિટ કરવાની જરૂર પડશે. ચાલુ વર્ષના નુકસાનને પાછળ લઈ જવાના કિસ્સામાં પણ તમારે ફોર્મ 67 સબમિટ કરવાની જરૂર પડશે જેના પરિણામે અગાઉના કોઈપણ વર્ષોમાં દાવો કરવામાં આવ્યો હોય તેવા વિદેશી કરનું રિફંડ મળશે.
4. ફોર્મ 67 કયા માધ્યમો દ્વારા સબમિટ કરી શકાય છે?
ફોર્મ 67 ફક્ત ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન સબમિટ કરી શકાય છે. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી, ફોર્મ 67 પસંદ કરો, અને પછી ફોર્મ તૈયાર કરીને સબમિટ કરો.
5. ફોર્મ 67 ની ઈ-ચકાસણી કેવી રીતે કરી શકાય?
તમે EVC અથવા DSC નો ઉપયોગ કરીને ફોર્મની ઈ-ચકાસણી કરી શકો છો. વધુ માહિતી માટે તમે ‘ઈ-ચકાસણી કેવી રીતે કરવી’ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો.
6. શું હું મારા તરફથી ફોર્મ 67 ફાઈલ કરવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકું?
હા, તમે તમારી તરફથી ફોર્મ 67 ફાઈલ કરવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકો છો.
7. ફોર્મ 67 ફાઈલ કરવા માટે સમય મર્યાદા શું છે?
કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ પહેલાં ફોર્મ 67 ફાઇલ કરવું જોઈએ.
8. જ્યારે હું વૈધાનિક ફોર્મ ફાઇલ કરતી વખતે જોડાણો અપલોડ કરવાનો પ્રયાસ કરું છું, ત્યારે પેજ પર કેટલીક ભૂલો પ્રદર્શિત થાય છે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જોડાણો અપલોડ કરતી વખતે મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
ફાઇલમાં ઉપયોગમાં લેવાતા નામકરણના કારણે ભૂલ હોઈ શકે છે. કૃપા કરીને ફાઇલના નામમાં કોઈપણ ખાસ અક્ષરોનો ઉપયોગ કરવાનું ટાળો અને ફાઇલનું નામ નાનું રાખો. વધુમાં, જોડાણનું કદ 5 MB કરતા ઓછું હોવું જોઈએ અને જોડાણનું ફોર્મેટ ફક્ત PDF અથવા ઝિપ ફોર્મેટમાં હોવું જોઈએ.
9. હું ફોર્મ 29B અપલોડ કરી શકતો નથી. હું ફોર્મ 29B કેવી રીતે ફાઈલ કરીને સબમિટ કરી શકું?
ફોર્મ 29B ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ફોર્મ 29B કરદાતા દ્વારા તેમના CA ને સોંપવું જરૂરી છે.
એકવાર કરદાતા ફોર્મ સોંપી દે, તે પછી CA તેની કાર્યસૂચિમાં આ ફોર્મ મેળવી શકે છે.
10. ફોર્મ સબમિટ કરતી વખતે, પેજ "અમાન્ય મેટાડેટા" ભૂલ દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?
જો આવી ભૂલ ચાલુ રહે છે, તો એવી શક્યતા છે કે પસંદ કરેલ કરદાતા વચ્ચે અસંગતતા છે અથવા ફાઇલિંગનો પ્રકાર (મૂળ / સુધારેલ) અથવા આકારણી વર્ષ તમારા લોગઈન ઓળખપત્રો સાથે સુસંગત નથી. તમને સલાહ આપવામાં આવે છે કે ઉલ્લેખિત પરિમાણો સાથે સંબંધિત અસંગતતાની ખાતરી કરો.
11. હું આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 29B ફાઇલ કરી શકતો નથી. પેજ પર નીચેની ભૂલ "સબમિશન નિષ્ફળ: અમાન્ય ઇનપુટ" દેખાઈ રહી છે. મારે શું કરવું જોઈએ?
આ સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે “હિસાબનીશનો અહેવાલ” ફીલ્ડનો ભાગ 3 ખાલી છોડી દેવામાં આવે છે. જો ફીલ્ડ લાગુ ન પડે, તો તમે “હિસાબનીશ માટે અહેવાલ” ના ફકરા 3 નીચે આપેલા ટેક્સ્ટ બોક્સમાં “NA” દાખલ કરી શકો છો અને ફોર્મ ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરી શકો છો.
12. હું આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 29B ફાઇલ કરી શકતો નથી. પેજ પર નીચે મુજબની ભૂલ "ARN માટે અમાન્ય ફોર્મેટ" દેખાઈ રહી છે. મારે શું કરવું જોઈએ?
જ્યારે વપરાશકર્તાની “પ્રોફાઇલ” યોગ્ય રીતે અપડેટ કરવામાં આવતી નથી ત્યારે આ જોવા મળે છે. કૃપા કરીને ખાતરી કરો કે ફોર્મમાં ભરેલી માહિતી અને તમારી પ્રોફાઇલમાં કોઈ અસંગતતા નથી. તમારી પ્રોફાઇલ અપડેટ કર્યા પછી, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ફરીથી લોગઈન કરો અને ફરી પ્રયાસ કરો.
13. ફોર્મ 29B, ભાગ C (વધારવા કે ઘટાડવા માટે જરૂરી રકમની વિગતો) ફાઇલ કરતી વખતે, હું તે રકમ દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જેના દ્વારા કાચો નફો વધારવા કે ઘટાડવાની જરૂર છે. જો કે, ફોર્મ નકારાત્મક મૂલ્ય સ્વીકારી રહ્યું નથી. મારે શું કરવું જોઈએ?
એવું લાગે છે કે તમે ફોર્મ 29B ના જૂના ડ્રાફ્ટ પર કાર્ય કરી રહ્યા છો. કૃપા કરીને ડ્રાફ્ટ કાઢી નાખો અને નવું ફોર્મ ફાઇલ કરો.
14. કલમ 10AA મુજબ ફોર્મ 56F ફાઈલ કરતી વખતે, પેજ ભૂલો પ્રદર્શિત કરે છે. 29મી ડિસેમ્બરના રોજ સૂચનાના આધારે, 56F દૂર કરવામાં આવ્યું છે અને તેને 56FF દ્વારા બદલવામાં આવ્યું છે (ફક્ત પુનઃરોકાણ વિગતો માટે). જોકે, કલમ 10A સાથે વાંચેલી કલમ 10AA માં કોઈ બદલાવ થયો નથી. શું મારે 56F દાખલ કરવું જોઈએ?
બંને ફોર્મ પોર્ટલ પર વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તમે આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડેલ જાહેરનામું / માર્ગદર્શન અને અધિનિયમ / નિયમોની લાગુ જોગવાઈ પ્રમાણે ફોર્મ દાખલ કરી શકો છો.
15. મારે ફોર્મ 10E ક્યારે ફાઈલ કરવું જોઈએ?
આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા ફોર્મ 10E ફાઇલ કરવું આવશ્યક છે.
16. શું ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે?
હા, જો તમે તમારી બાકી / આગોતરી આવક પર કર રાહતનો દાવો કરવા માંગતા હો, તો ફોર્મ 10E ફાઇલ કરવું ફરજિયાત છે.
17. જો હું ફોર્મ ૧૦ઈ ફાઇલ કરવામાં નિષ્ફળ જાઉં પણ મારા TR માં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરું તો શું થશે?
જો તમે ફોર્મ 10E દાખલ કરવામાં નિષ્ફળ જાઓ છો પરંતુ તમારા ITR માં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરો, તો તમારી ITR પ્રક્રિયા કરવામાં આવશે, પરંતુ કલમ 89 હેઠળ દાવો કરેલ રાહતને મંજૂરી આપવામાં આવશે નહીં.
18. મને કેવી રીતે ખબર પડશે કે ITD એ મારા ITR માં દાવો કરેલી રાહતને નામંજૂર કરી છે
જો તમારા દ્વારા કલમ 89 હેઠળ દાવો કરેલ રાહત નામંજૂર કરવામાં આવે, તો તે બાબત વિશે તમારા ITR ની પ્રક્રિયા પૂર્ણ થાય પછી, આવકવેરા વિભાગ દ્વારા કલમ 143(1) હેઠળ જાણ કરવામાં આવશે.
19. હું નાણાકીય વર્ષ 2019-20 માટે ફોર્મ 10E ફાઈલ કરતી વખતે આવકની વિગત ઉમેરી શકતો નથી. મારે શું કરવું જોઈએ?
ખાતરી કરો કે તમે આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 10E ફાઇલ કરી રહ્યા છો. આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 10E ફાઇલ કરવા માટે, ઈ-ફાઇલઆવકવેરા ફોર્મઆવકવેરા ફોર્મ ફાઇલ કરોઆવકવેરા કાયદા 1961 મુજબ ફોર્મ 10E હમણાં ફાઇલ કરો પર ક્લિક કરો. આકારણી વર્ષ 2021-22 તરીકે પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
20. હું આકારણી વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરી રહ્યો છું. ફોર્મ 10E ફાઈલ કરતી વખતે મારે કયું આકારણી વર્ષ પસંદ કરવું જોઈએ?
જો તમે આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરી રહ્યા છો, તો ફોર્મ 10E ફાઈલ કરતી વખતે તમારે આકારણી વર્ષ 2021-22 પસંદ કરવું પડશે.
21. ફોર્મ 10E ફાઈલ કરતી વખતે, મને આકારણી વર્ષમાં લાગુ કર જોવા મળતો નથી. મારે કેવી રીતે આગળ વધવું જોઈએ?
ખાતરી કરો કે તમે આવકની તમામ વિગતો ભરી છે (કોષ્ટક A માં ગત વર્ષની આવક વિગતો સહિત).કર દરના આધારે કર આપમેળે પ્રદર્શિત થશે. પોર્ટલ પર ઉપલબ્ધ વિગતો મુજબની આવક તમારી ગણતરી સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસો અને સંબંધિત કોષ્ટકમાં કરની રકમ દાખલ કરો.
22. ફોર્મ 10BA સબમિટ કરતી વખતે, પેજ: "ભૂલ: કૃપા કરીને માન્ય મૂલ્યો દાખલ કરો” ભૂલ દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?
જો તમે ફોર્મ સબમિટ કરતી વખતે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો સુનિશ્ચિત કરો કે પ્રોફાઈલ અપડેટ કરવા માટે જણાવેલ પગલાં પૂર્ણ કરવામાં આવ્યા છે. વધુમાં, “ડ્રાફ્ટ કાઢી નાખવો” પર ક્લિક કરીને ફોર્મનો જૂનો ડ્રાફ્ટ કાઢી નાખો. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ફરી લોગઈન કરો અને ફરી પ્રયાસ કરો.
23. ફોર્મ ૩૫ સબમિટ કરતી વખતે, અપીલ ફીની ચલણ વિગતો દાખલ કરતી વખતે, પેજ "અપીલ ફી ચૂકવવામાં આવે તે 250, 500 અથવા 1000 રૂપિયામાંથી કોઈ એક હોવી જોઈએ" ભૂલ દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?
4થી નામાવલિ ખોલો, એટલે કે “અપીલની વિગત”.
- કૃપા કરીને સુનિશ્ચિત કરો કે “આકારણી કરેલ આવકની રકમ” વગેરે જેવા ફરજિયાત ફિલ્ડ અપડેટ થયેલ છે.
- TDS અપીલના કિસ્સામાં, તેને “લાગુ નથી” તરીકે પસંદ કરી શકાય છે.
એકવાર આ ફિલ્ડ અપડેટ કરવામાં આવે, ત્યારે 7મી નામાવલિ એટલે કે “અપીલ ફાઇલ કરવાની વિગત” પર જાઓ અને ચલણ વિગતો કાઢી નાખવાનો અને ફરીથી દાખલ કરવાનો પ્રયાસ કરો.
24. ફોર્મ 10IC ફાઇલ કરતી વખતે, મેં "ફોર્મ 10-IB માં કલમ 115BA(4) હેઠળનો વિકલ્પ ઉપયોગમાં લેવાયો છે કે કેમ?" માટે "હા" પસંદ કર્યું હતું, તેમ છતાં, પહેલાથી ભરેલા "ગત વર્ષ" અને "ફોર્મ 10-IB ફાઇલ કરવાની તારીખ" ફીલ્ડ ખૂટે છે. મારે શું કરવું જોઈએ?
તમારે "આવકવેરા ફોર્મ ફાઇલ કરો" માં પહેલાથી જ સેવ થયેલ 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IC કાઢી નાખવું જોઈએ અને ફોર્મનું નવું ફાઇલિંગ શરૂ કરવું જોઈએ.
25. ફોર્મ 10IC ફાઇલ કરતી વખતે, મેં "ફોર્મ 10-IB માં કલમ 115BA(4) હેઠળનો વિકલ્પ ઉપયોગમાં લેવાયો છે કે કેમ?" માટે "હા" પસંદ કર્યું છે, "હું આથી કલમ 115BA(4) હેઠળનો વિકલ્પ પાછો ખેંચી લઉં છું..." માટેનો ચેક બોક્સ સેવ થતો નથી નથી. મારે શું કરવું જોઈએ?
તમારે "આવકવેરા ફોર્મ ફાઇલ કરો" માં પહેલાથી જ સેવ થયેલ 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IC કાઢી નાખવું જોઈએ અને ફોર્મનું નવું ફાઇલિંગ શરૂ કરવું જોઈએ.
26. ફોર્મ 10-IB ફાઇલ કરતી વખતે, કંપનીની મૂળભૂત વિગતો "મારી પ્રોફાઇલ" માંથી યોગ્ય રીતે આપમેળે ભરાઈ ન હતી. મારે શું કરવું જોઈએ?
તમારે "આવકવેરા ફોર્મ ફાઇલ કરો" માં પહેલાથી જ સેવ થયેલ 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IB કાઢી નાખવું જોઈએ અને ફોર્મનું નવું ફાઇલિંગ શરૂ કરવું જોઈએ.
27. ફોર્મ 10-ID ફાઇલ કરતી વખતે, "મારી પ્રોફાઇલ" માંથી "આકારણી અધિકારી" વિગતો આપમેળે ભરાઈ રહી ન હતી. મારે શું કરવું જોઈએ?
તમારે "આવકવેરા ફોર્મ ફાઇલ કરો" માં પહેલાથી જ સેવ થયેલ 'ડ્રાફ્ટ' ફોર્મ 10-ID કાઢી નાખવું જોઈએ અને ફોર્મનું નવું ફાઇલિંગ શરૂ કરવું જોઈએ.
28. હું ફોર્મ 10DA સબમિટ કરી શકતો નથી કારણ કે નીચે મુજબનો “સબમિશન નિષ્ફળ” ભૂલ સંદેશ દેખાય છે. મારે કેવી રીતે આગળ વધવું જોઈએ?
તમારે "આવકવેરા ફોર્મ ફાઇલ કરો" માં પહેલાથી જ સેવ કરેલું જૂનું ફોર્મ પાછું ખેંચવું/કાઢી નાખવું જોઈએ અને ફોર્મનું નવું ફાઇલિંગ શરૂ કરવું જોઈએ. સુનિશ્ચિત કરો કે ચકાસણી નામાવલિમાં સરનામાં ફીલ્ડ સહિત તમામ ફીલ્ડ સંપૂર્ણપણે અપડેટ થયેલ છે અને ફોર્મ ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરો.
29. મારો PAN કર્ણાટક ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી અધિનિયમ, 1959 હેઠળ ક્રેડિટ કો-ઓપરેટિવ બેંક તરીકે નોંધાયેલ છે. હું કલમ 115BAD મુજબ ઓછા કર દર માટે પસંદગી કરવા માંગું છું. બધી શરતો પૂર્ણ હોવા છતાં હું ફોર્મ 10-IF ફાઈલ કરી શકતો નથી. મારે શું કરવું જોઈએ?
કલમ 115BAD મુજબ, આ કલમનો લાભ ફક્ત સહકારી મંડળીઓને જ મળે છે. સંભવ છે કે તમે AOP તરીકે નહીં પણ કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ તરીકે નોંધાયેલા છો. તેથી, ફોર્મ 10IF ફાઇલ કરવા માટે ઉપલબ્ધ નથી. આવા કિસ્સામાં, તમને NSDL દ્વારા વિગતો અપડેટ કરાવવા વિનંતી છે.