ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24 થી આગળ)
ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24 થી આગળ) વારંવાર પૂછાતા પ્રશ્નો
1. કયા આકારણી વર્ષથી ફરીથી સૂચિત ફોર્મ 10B લાગુ પડે છે?
તારીખ 21 મીફેબ્રુઆરી 2023 ના નોટિફિકેશન નંબર 7/2023 દ્વારા સૂચિત કરવામાં આવેલ ફોર્મ 10B, જે આકારણી વર્ષ 2023-24 થી એટલે કે વર્ષ 2023-24 અને આગામી વર્ષ માટે લાગુ છે.
2. શું નોટિફિકેશન ક્રમાંક 7/2023 જારી થતા પહેલા ફાઈલ કરવામાં આવતું ફોર્મ 10B હજુ પણ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે?
હા, જૂનું ફોર્મ 10B પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તે માત્ર આકારણી વર્ષ 2022-23 સુધી જ લાગુ છે.
આકારણી વર્ષ 2022-23 સુધીના ફાઈલિંગ માટે, ફોર્મ 10B ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તેને અહીંથી ઍક્સેસ કરી શકાય છે–
CA ને સોંપણી માટે “ઈ-ફાઇલ -----> આવકવેરા ફોર્મ ----> આવકવેરા ફોર્મ ફાઇલ કરો ---> આવકવેરા અધિનિયમ 1961 મુજબ ફોર્મ ----> ફોર્મ 10B” પર જાઓ.
< અથવા
વૈકલ્પિક રીતે, ફોર્મને “મારો CA” સુવિધાનો ઉપયોગ કરીને પણ સોંપી શકાય છે.
3. ઓડીટી દ્વારા અધિસૂચના ક્રમાંક 7/2023 દ્વારા જાહેર કરાયેલ ફોર્મ 10B ક્યારે દાખલ કરવું જરૂરી છે?
આકારણી વર્ષ 2023-24 પછીથી, પુનઃ-અધિસૂચિત ફોર્મ 10Bલાગુ પડશે જ્યાં નીચે દર્શાવેલ પૈકી કોઈપણ શરતો પૂર્ણ થાય છે–
1. ઓડીટીની કુલ આવક, નીચે દર્શાવેલ અનુચ્છેદો/કલમોની જોગવાઈઓને લાગુ કર્યા વિના, જે લાગુ પડે તે મુજબ-
a) કલમ 10 ના અનુચ્છેદ 23C ના ઉપ-અનુચ્છેદ (iv), (v), (vi) અને (via)
b) અધિનિયમની કલમ 11 અને 12, ગત વર્ષ દરમિયાન પાંચ કરોડ રૂપિયાથી વધુ થાય છે
2. ગત વર્ષ દરમિયાન ઓડીટીને કોઈ વિદેશી યોગદાન મળ્યું હોય
3. ઓડીટીએ ગત વર્ષ દરમિયાન તેની આવકનો કોઈ ભાગ ભારતની બહાર ઉપયોગમાં લીધો છે.
વધુ વિગત માટે, આવકવેરા નિયમો, 1962 ના નિયમ 16CC અને નિયમ 17B નો સંદર્ભ લઈ શકાય છે.
4. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 10B (A.Y. 2023-24 થી) દાખલ કરવાની પ્રક્રિયા શું છે?
ફોર્મ 10B દાખલ કરવા માટે નીચેના પગલાં અનુસરો:
પગલું 1) કરદાતા લોગઈન: CA ને ફોર્મ સોંપવું. ફોર્મ નીચેની બે રીતોમાંથી કોઈ એક રીતે સોંપી શકાય છે-
a) ઈ-ફાઈલ -----> આવકવેરા ફોર્મ ----> આવકવેરા ફોર્મ દાખલ કરો ---> આવકવેરા અધિનિયમ 1961 અનુસાર ફોર્મ ----> ફોર્મ 10B (A.Y. 2023-24 થી)
b) અધિકૃત ભાગીદારો -----> મારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) -----> CA ઉમેરો (જો ઉમેરેલ ન હોય તો) ----> આવકવેરા અધિનિયમ 1961 અનુસાર ફોર્મ ----> ફોર્મ 10B (A.Y. 2023-24 થી આગળ) સોંપવું
પગલું 2) CA લોગઈન: CA કાર્યસૂચિ “તમારી કાર્યવાહી માટે” ટેબ દ્વારા સોંપણી સ્વીકારી અથવા નકારી શકે છે.
પગલું 3) જો CA સોંપણી સ્વીકારે, તો તેને ફાઈલિંગના ઓફલાઈન માધ્યમ હેઠળ JSON સાથે PDF જોડાણો અપલોડ કરવા પડશે
પગલું 4) એકવાર CA માન્ય જોડાણો સાથે JSON સબમિટ કરે, પછી કરદાતાએ કાર્યસૂચિના “તમારી કાર્યવાહી માટે” ટેબ દ્વારા CA દ્વારા અપલોડ કરાયેલ ફોર્મ સ્વીકારવું અથવા નકારવું જરૂરી છે.
5. ઉપરના પ્રશ્ન ક્રમાંક 3 માં ઉલ્લેખિત “ઓડીટી” કોણ છે?
કોઈપણ ભંડોળ અથવા સંસ્થાન અથવા ટ્રસ્ટ અથવા કોઈપણ યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાન અથવા કોઈ હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થાન, જે અધિનિયમની કલમ 10 ના અનુચ્છેદ (23C) ના ઉપ-અનુચ્છેદ (iv), (v), (vi) અથવા (via) માં ઉલ્લેખિત છે, અથવા અધિનિયમની કલમ 11 અથવા 12 માં ઉલ્લેખિત કોઈપણ ટ્રસ્ટ અથવા સંસ્થાનને આ ફોર્મમાં "ઓડીટી" તરીકે ઓળખવામાં આવશે.
6. ફોર્મ 10B (A.Y. 2023-24 થી) દાખલ કરવાની છેલ્લી તારીખ શું છે?
ફોર્મની નિયત તારીખ, આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની પેટા-કલમ (1) અંતર્ગત આવકનું રિટર્ન રજૂ કરવા માટેની નિયત તારીખના એક મહિના પહેલાની, એટલે કે કલમ 44AB માં સંદર્ભિત નિર્દિષ્ટ તારીખના રોજ અથવા તે પહેલાં છે.
7. નવા ફોર્મ 10B માટેની ઓફલાઈન ઉપયોગિતા કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
હોમ | આવકવેરા વિભાગ પર જાઓ > ડાઉનલોડ વિભાગમાં જાઓ > આવકવેરા ફોર્મ > ફોર્મ 10B (A.Y 2023-24 થી) > ફોર્મ ઉપયોગિતા પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, આ CA ફોર્મ અપલોડ કરતી વખતે ઓફલાઈન ઉપયોગિતા વિકલ્પ અંતર્ગત ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ પાથને એક્સેસ કરી શકે છે.
નોંધ: કૃપા કરીને ખાતરી કરો કે json ને ડાઉનલોડ અને અપલોડ કરવા માટે તમે હંમેશા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઉપયોગિતાના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરો છો.
8. સિસ્ટમ પર ફોર્મ 10B ને ચકાસવા માટે કયા માધ્યમ ઉપલબ્ધ છે?
ફોર્મ 10B (A.Y. 2023-24થી) માટેની ચકાસણીની રીત:
- CA માટે, ફોર્મ અપલોડ કરવા માટે માત્ર DSC વિકલ્પ જ ઉપલબ્ધ છે.
- કંપનીઓ સિવાયના કરદાતાઓ (ઓડીટી) માટે, CA દ્વારા અપલોડ કરેલ ફોર્મનો સ્વીકાર કરવા માટે DSC અને EVC બંને વિકલ્પો ઉપલબ્ધ છે.
- કંપનીઓ માટે, CA દ્વારા અપલોડ કરેલ ફોર્મનો સ્વીકાર કરવા માટે માત્ર DSC વિકલ્પ ઉપલબ્ધ છે.
9. પુનઃઅધિસૂચિત ફોર્મ 10B ના સંદર્ભમાં પ્રશ્ન નંબર 3 માં ઉલ્લેખિત “વિદેશી યોગદાન” નો અર્થ શું છે?
નિયમ 16CC અને નિયમ 17B માટે, “વિદેશી યોગદાન” શબ્દનો અર્થ, વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 (2010 નો 42) ની કલમ 2 ની પેટા-કલમ (1) ના અનુચ્છેદ (h) માં આપેલ અર્થને સમાન હશે.
10. અનુક્રમણિકા ધરાવતી અનુસૂચિઓ માટે, એટલે કે “વિગત ઉમેરો” વિકલ્પ અને “CSV અપલોડ કરો” વિકલ્પ બંને સાથે, રેકોર્ડ કેવી રીતે પ્રદાન કરવા?
“વિગત ઉમેરો” અને “CSV અપલોડ કરો” બંને વિકલ્પો ધરાવતી અનુસૂચિઓ માટે, કૃપા કરીને નીચેની બાબતોની નોંધ લો:-
- 50 સુધીની રેકોર્ડની સંખ્યા માટે: અનુક્રમણિકા અથવા CSV વિકલ્પમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે. બંને કિસ્સાઓમાં, ડેટા અનુક્રમણિકામાં પ્રતિબિંબિત થશે.
- 50 થી વધુ રેકોર્ડની સંખ્યા માટે: માત્ર CSV વિકલ્પનો જ ઉપયોગ કરી શકાય છે. ડેટા માત્ર CSV જોડાણ તરીકે જ દેખાશે.
- CSV અપલોડ કરો વિકલ્પનો ઉપયોગ કરતી વખતે,નિમ્નલિખિત પગલાં અનુસરવા:-
“એક્સેલ ટેમ્પલેટ ડાઉનલોડ કરો -> રેકોર્ડ ઉમેરો -> એક્સેલ ટેમ્પલેટને .csv ફાઇલમાં રૂપાંતરિત કરો -> .csv ફાઇલ અપલોડ કરો”
- જ્યારે પણ CSV ફાઇલ અપલોડ કરવામાં આવે છે, ત્યારે તે હાલના રેકોર્ડ/ડેટા, જો કોઈ હોય તો, તેને ઓવરલેપ કરશે. જૂના રેકોર્ડ કાઢી નાખવામાં આવશે અને તાજેતરના CSV દ્વારા અપલોડ કરાયેલા રેકોર્ડ માન્ય રહેશે.
11. શું ફોર્મ ભરવા માટે કોઈ સૂચના અથવા માર્ગદર્શન ઉપલબ્ધ છે?
હા, CA ફોર્મ 10B (A.Y. 2023-24 થી) ની ઉપયોગિતામાં સૂચના ફાઇલ ડાઉનલોડ કરી શકે છે.
12. નવા ફોર્મ 10B માં, લાગુ પડે તે પ્રમાણે સરવૈયું, લાભ અને નુકસાન નિવેદન તથા કર હિસાબ તપાસણી રિપોર્ટ ક્યાં અપલોડ કરવા?
હિસાબ-તપાસનીસે સહાયક દસ્તાવેજો અંતર્ગત ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ફોર્મ સબમિટ કરવાના સમયે 3CA/3CB અંતર્ગત સરવૈયું, નફા અને નુકસાન ખાતું તથા હિસાબ તપાસણી રિપોર્ટ PDF અથવા ઝિપ ફાઇલમાં અપલોડ કરવા જરૂરી છે.
“પરચૂરણ જોડાણો” તરીકે નામ ધરાવતો એક વૈકલ્પિક જોડાણ વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેમાં અન્ય કોઈપણ સુસંગત દસ્તાવેજ જોડી શકાય છે.
કૃપા કરીને નોંધ લો કે દરેક દસ્તાવેજનું કદ 5 MB થી વધુ ન હોવું જોઈએ નહીં અને તમામ જોડાણોનું કુલ કદ 50 MB થી વધુ ન હોવું જોઈએ. તેમજ તમામ જોડાણો માત્ર PDF/ઝિપ ફોર્મેટમાં જ હોવા જોઈએ અને ઝિપ ફોલ્ડરમાં રહેલી તમામ ફાઇલો માત્ર PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ.
13. શું ફાઈલ કરેલ ફોર્મ 10B (A.Y. 2023-24 થી)માં સુધારો કરી શકાય છે?
હા, ફાઈલ કરેલ ફોર્મ 10B માટે પુનરાવર્તનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
14. ફોર્મ 10B નું ફાઈલિંગ ક્યારે પૂર્ણ માનવામાં આવે છે?
ફોર્મનું ફાઈલિંગ ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે કરદાતા CA દ્વારા સબમિટ કરાયેલ ફોર્મ સ્વીકારવામાં આવે અને તેને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ સક્રિય DSC અથવા EVC દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે.
15. ફોર્મ 10B ની ઓફલાઈન ઉપયોગિતા ભરવા માટે શેડ્યૂલની નામાવલિ ક્યારે ઉપલબ્ધ થશે?
જ્યારે વપરાશકર્તા ફોર્મમાં અન્ય નામાવલિ પૂર્ણ કરે છે ત્યારે જ શેડ્યૂલની નામાવલિ ભરવા માટે ઉપલબ્ધ થશે.
16. વપરાશકર્તાએ ગયા વર્ષે ફોર્મ 10B ફાઈલ કર્યું છે, તો A.Y.2023-24 થી 10B કે 10BB પૈકી કયું ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે?
આવકવેરા સુધારા (3જો સુધારો) નિયમો, 2023 દ્વારા નિયમ 16CC અને નિયમ 17Bમાં સુધારો કરવામાં આવ્યો છે. પાછલા આકારણી વર્ષોમાં કયું ફોર્મ ફાઈલ કરેલ હતું તે તથ્યને લક્ષમાં લીધા વિના, A.Y. 2023-24 થી આગળ ફોર્મ 10B અને 10BB ની લાગુ પડતી ક્ષમતા સુધારેલ નિયમ 16CC અને નિયમ 17Bના આધારે નક્કી કરવામાં આવશે.
17. ફોર્મ 10B (A.Y. 2023-24 થી) ફાઈલ કર્યા બાદ ફાઈલ કરેલ ફોર્મની વિગતો ક્યાં જોઈ શકાય છે?
ફાઈલ કરેલ ફોર્મની વિગત ઈ-ફાઈલ ટેબ ---> આવકવેરા ફોર્મ ---> ફાઈલ કરેલ ફોર્મ જુઓ ---> આવકેવરા અધિનિયમ 1961 મુજબ ફોર્મ અંતર્ગત CA અને કરદાતાના લોગઈન હેઠળ જોઈ શકાય છે.
18. જો મારી આવક મહત્તમ રકમથી વધુ ન હોય તો પણ શું ફોર્મ 10B ફાઈલ કરવું જોઈએ જે કરપાત્ર નથી?
ફોર્મ10B ની લાગુ કરવાની જાણકારી માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 12A(1) ની કલમ (b) ની પેટા કલમ (ii) અને આવકવેરા નિયમો, 1962 ના નિયમ 16CC અને નિયમ 17B સાથે વાંચેલા કલમ 10 ની કલમ (23C) ના દસમા જોગવાઈના કલમ (b) ની સંબંધિત જોગવાઈઓનો સંદર્ભ લો.
19. ફોર્મ 10B ફાઈલ કરતી વખતે મને “સબમિશન નિષ્ફળ થયું” અથવા “કૃપા કરીને નિમ્નલિખિત સમસ્યાઓ નિશ્ચિત કરો અને ફરીથી સબમિટ કરવાનો પ્રયત્ન કરો: પૂરા નામ માટે અમાન્ય ફોર્મેટ, અમાન્ય ફ્લેગ/ઇનપુટ/ફ્લેટ/સરનામું, કૃપા કરીને માન્ય ટકાવારી/પિન કોડ દાખલ કરો.” વગેરે જેવી ભૂલો મળી રહી છે.
ફાઈલિંગ શરૂ કરતાં પહેલાં, તમે નિમ્નલિખિત પગલાં સુનિશ્ચિત કરી શકો છો, જે તમને ફોર્મનું સફળતાપૂર્વક સબમિશન કરવામાં મદદ કરશે.
- CA અને કરદાતાની પ્રોફાઇલ બધી ફરજિયાત વિગતો સાથે અપડેટ થવી જોઈએ.
- જો લાગુ પડતું હોય તો, મુખ્ય વ્યક્તિની વિગતો અપડેટ કરવી જોઈએ
- JSON ને JSON માં કોઈપણ ભૂલ વિના ઉપયોગિતામાંથી ડાઉનલોડ કરવામાં આવશે.
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય JSON જનરેટ કરવા અને અપલોડ કરવા માટે હંમેશા ડાઉનલોડ કરો વિભાગમાં ઉપલબ્ધ નવીનતમ ઉપયોગિતાનો ઉપયોગ કરો.
20. જો અગાઉના સમયગાળા દરમિયાન આવા નિર્દિષ્ટ વ્યક્તિઓ સાથે કોઈ લેવડ-દેવડનું વર્ષ ન હોય તો પણ, શું આવકવેરા અધિનિયમ, ,1961ની કલમ 13(3)માં ઉલ્લેખિત નિર્દિષ્ટ વ્યક્તિઓની વિગતો ફોર્મ 10Bના ક્રમાંક નંબર 41માં પ્રદાન કરવી ફરજિયાત છે?
ઉલ્લેખિત વ્યક્તિઓની વિગત ક્રમાંક નંબર 41 માં પ્રદાન કરવી ફરજિયાત છે. તમે આગળ પરિપત્ર ક્રમાંક 17/2023 તારીખ 9મી ઑક્ટોબર 2023નો સંદર્ભ લઈ શકો છો અને ઉપલબ્ધ વ્યક્તિઓની વિગત પ્રદાન કરી શકો છે.
21. A.Y. 2023-24 માટે ફોર્મ 10B માટે UDIN કેવી રીતે જનરેટ કરવું?
A.Y. 2023-24 થી આગળ લાગુ પડતા પુનઃ-અધિસૂચિત ફોર્મ 10B માટે, "UDIN વિગતો જુઓ/અપડેટ કરો" પર જઈને ફોર્મનું નામ "ફોર્મ 10B- કલમ 10(23C)(b)(iv)/(v)/(vi)/(via) અને કલમ 12A(1)(b)(ii) ની દસમી જોગવાઈ" પસંદ કરીને UDIN જનરેટ કરી શકાય છે.
22. શું પુનઃ-અધિસૂચિત ફોર્મ 10B ને તૃતીય પક્ષ સોફ્ટવેર દ્વારા ફાઈલ કરી શકાય છે?
હા, પુનઃ-અધિસૂચિત ફોર્મ 10B તૃતીય પક્ષ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફાઈલ કરી શકાય છે.
23. ફોર્મમાં સંદર્ભિત ઈલેક્ટ્રોનિક લેવડ-દેવડના માધ્યમો કયા છે?
આવકવેરાના નિયમ, 1962ના નિયમ 6ABBAમાં જણાવ્યા મુજબ, ઈલેક્ટ્રોનિક માધ્યમ નીચેના માધ્યમ હશેઃ
(a) ક્રેડિટ કાર્ડ,
(b) ડેબિટ કાર્ડ,
(c) નેટ બેન્કિંગ,
(d) IMPS (તાત્કાલિક ચુકવણી સેવા)
(e) UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ),
(f) RTGS (રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ),
(g) NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર),
(h) BHIM (ભારત ઈન્ટરફેસ ફોર મની) આધાર પે.